દીકરીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં હિજાબ ન પહેર્યો, માતાએ મારી, ગળું દબાવીને સળગાવી

PC: dnyuz.com

અમેરિકાના ટેક્સાસથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં કિંગવુડ, નોર્થઈસ્ટ હ્યુસ્ટનમાં, એક માતાએ તેની પુત્રી પર ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. હકીકતમાં, પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હિજાબ પહેર્યો ન હતો. દીકરીને માથું ન ઢાંકેલું જોઈને માતા ગુસ્સે થઈ ગઈ. તેણે પુત્રીને ખુબ માર માર્યો, સળગાવી દીધો અને ગળું પણ દબાવ્યું. આરોપી મહિલાનું નામ સિતારા મઝહર ખાન છે. તે 36 વર્ષની છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કોર્ટ અનુસાર, 36 વર્ષીય સિતાર મઝહર ખાનની બુધવારે સવારે 12:45 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર તેની પુત્રી પર હુમલો કરવાનો, ગળું દબાવવા અને દીકરીને શારીરિક ઈજા પહોંચાડવાનો આરોપ છે. સિતાર મઝહર ખાને તેની 14 વર્ષની પુત્રીએ હિજાબ ન પહેરવા પર ગુસ્સો કર્યો હતો. હકીકતમાં હિજાબ એ એક કપડું છે, જે અમુક મુસ્લિમ મહિલાઓ તેમના માથાને ઢાંકવા માટે પહેરે છે.

કેસની સુનાવણી દરમિયાન એક અધિકારીએ કહ્યું કે, જ્યારે તેની પુત્રીએ હિજાબ ન પહેર્યું ત્યારે મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે તેને મારવાનું શરૂ કરી દીધું. આટલું જ નહીં તેણે દીકરીનું ગળું દબાવી દીધું, જેના કારણે તે બેભાન થઈ ગઈ. ક્લિક ટુ હ્યુસ્ટન વેબસાઈટ અનુસાર, સિતાર મઝહર ખાનને ખબર પડી કે, તેની પુત્રી તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં માથું ઢાંકતી નથી. આ વાતથી મા ગુસ્સે થઈ ગઈ. રિપોર્ટ અનુસાર સિતાર મઝહર ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 14 વર્ષની પીડિતા હાલમાં ચાઈલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસની દેખરેખમાં છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં તમને બતાવી દઈએ કે, આની પહેલા ઈજીપ્તમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક માતાએ તેના 5 વર્ષના પુત્રનું માથું કાપી નાખ્યું અને પછી તેને ખાધું. આટલું જ નહીં, આ પછી તેણીએ તેના પુત્રના શરીરના નાના નાના ટુકડા કરી દીધા, તેને સ્ટવ પર ગરમ પાણીમાં ઉકાળી અને પછી તેને ચાવીને ગળી ગઈ. આ ઘટના દિલને હચમચાવી દે તેવી છે. આ ઘટનાની જાણ થતા લોકો ચોંકી ઉઠ્યા હતા. 29 વર્ષીય આરોપી મહિલા હાના મોહમ્મદ હસન તેના પુત્ર યુસુફની હત્યાના કેસનો સામનો કરી રહી હતી, પરંતુ કોર્ટે તેને માનસિક રીતે અસ્થિર હોવાનું કહીને છોડી દીધી હતી. કોર્ટે આવી ક્રૂરતા આચરનાર મહિલાને પાગલ જાહેર કરી હતી. આ રીતે તે સજામાંથી બચી ગઈ હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. જોકે, પોલીસની પૂછપરછ દરમિયાન મહિલાએ પોતે જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કોર્ટે કહ્યું કે તે દલીલ કરવા માટે યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp