હીરા ઉદ્યોગ માટે આશાનું કિરણ, સોમવારથી બેલ્જિયમમાં ડાયમંડ ટ્રેડિંગ ફરી શરૂ થશે
બેલ્જીયમ સરકારે લોકડાઉનમાં કેટલીક છુટછાટો આપવાની શરૂઆત કરતા આગામી સપ્તાહથી બેલ્જીયમના એન્ટવર્પમાં 4 ડાયમંડ ટ્રેડીંગ ફલોરમાં રફ અને પોલિશ્ડ ડાયમંડના ટ્રેડીંગ શરૂ કરશે.16 માર્ચથી બેલ્જીયમમાં લોકડાઉનને કારણે ડાયમંડ ટ્રેડીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.સુરત સહીતના વિશ્વના ડાયમંડ માર્કેટ માટે આ એક પ્રોત્સાહક સમાચાર છે કારણ કે છેલ્લાં અઢી મહિનાથી સ્થગિત થઇ ગયેલા ડાયમંડ બિઝનેસમાં થોડા પ્રાણ ફુંકાશે
ધ ફેડરેશન ઓફ ડાયમંડ બૂર્સીસ દ્રારા 11મેથી એન્ટવર્પના ડાયમંડ ટ્રેડીંગના 4 હોલ કામકાજ માટે શરૂ કરવામાં આવશે. એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના પ્રવકતાએ જણાવ્યું છે કે બેલ્જીયન સરકારની સલાહ એવી છે કે શકય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની સીસ્ટમ ચાલુ રાખો પણ જરૂર જણાય તો લોકો પોતોના કામકાજના સ્થળે આવી શકશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેલાઇઝેશન (who)ના આંકડા મુજબ બેલ્જીયમમાં કોરોના વાયરસ પોઝિટિવના અત્યાર સુધીમાં 50000થી વધુ કેસ નોંધાયા છે અને 7765 લોકોના મોત થયા છે.એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર અને ફેડરેશન ઓફ ડાયમંડ બૂર્સીસે લોકોને સલાહ આપી છે કે જેમને ખાંસી, શરદી કે એવી બિમારી હોય તેમણે ઘરે થી જ કામ કરવું.
જોકે, આની સુરતના હીરા ઉદ્યોગ પર શું અસર પડશે એ તો તજજ્ઞો જ બતાવી શકે છે પરંતુ સાવ બંધ થઇ ગયેલું કામ ફરી શરૂ થાય તે મોટી વાત છે. જો દુનિયામાંથી ડિમાન્ડ આવશે તો જ સુરતનો હીરા ઉદ્યોગ ફરી શરૂ થશે. એટલે જેમ ઝડપથી દુનિયામાં હીરાનો કારોબાર શરૂ થાય, તેમ ડિમાન્ડ વધશે અને ડિમાન્ડ વધવાને કારણે સુરતમાં પણ ફેકટરીઓ ફરી ધમધમતી થશે. હાલ તો સુરતના હીરા કારીગરો પોતાના વતન તરફ જવા માટે દોડી રહ્યા છે. સરકારે એસટી બસો અને ખાનગી બસોની વ્યવસ્થા કરતા તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જઇ રહ્યા છે. પરંતુ જો ઉદ્યોગ ફરી શરૂ થાય તો તેમાંથી ઘણા પરત ફરવા પણ તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp