ગુગલના CEO સુંદર પીચાઈ વિશેની આ વાતો જાણશો તો આશ્ચર્ય થશે

PC: editplatter.com

ગુગલના સીઈઓ જેટલો તોતિંગ પગાર કમાતા હશે એટલી જ તોતિંગ તેમની જવાબદારીઓ અને વ્યસ્તતા હશે. જોકે સુંદર પીચાઈ આ બધી વ્યસ્તતા વચ્ચે પણ તેમના ઘર અને પોતાની જાત માટે કેટલોક ક્વોલિટી ટાઈમ વિશેષરૂપે કાઢે છે.

તમને જણાવી દઈએ કે સુંદર પીચાઈએ તેમના જીવનમાં એક મહત્ત્વનો નિયમ એ બનાવ્યો છે કે તેમના બાળકો ઊંઘે એ પહેલાં તેઓ ઘરે પહોંચી જાય છે અને બાળકો સાથે તેઓ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. પીચાઈ માને છે કે એક સારો પિતા જ સારા સમાજનો પાયો નાંખતો હોય છે.

આ ઉપરાંત તેઓ બાળકો સાથે તેમના આખા દિવસની વાતો શેર કરે છે અને બાળકો પાસે પણ તેમના દિવસની ઘટનાઓ વિશે જાણે છે. તેઓ માને છે શેરિંગને કારણે બાળકો સાથેનું બૉન્ડિંગ ઘણું સારું બને છે.

સુંદર પોતાના ફ્રી ટાઈમમાં મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. તો ફિલ્મો જોવાનું પણ તેમને ઘણું ગમે છે. બૉલિવુડમાં તેમને દીપિકા પાદુકોણનું કામ ઘણું ગમે છે. તો દેવ પટેલની ‘ધ મેન હુ ન્યૂ ઈન્ફિનિટી’ ફિલ્મને પોતાની ફેવરિટ ફિલ્મ ગણાવે છે.

આટલા વર્ષોથી અમેરિકામાં રહેવા છતાં સુંદર પીચાઈ હજુ વેજિટેરિયન છે અને તેમની મા દ્વારા બનાવાયેલો કોઈ પણ ખોરાક તેમને ખૂબ પસંદ છે. આ ઉપરાંત માત્ર દહીં અને ભાત ખાવું પણ તેમને અત્યંત પસંદ છે.

દરેક ભારતીયોની જેમ ક્રિકેટને લઈને પણ અત્યંત પેશનેટ છે અને વિરાટ કોહલી તેમનો પ્રિય ક્રિકેટર છે. આ વખતનો આખો વર્લ્ડ કપ પણ તેઓ ફૉલો કરી રહ્યા છે અને ભારત માટે તેમને રોહિત શર્મા પાસે ઘણી આશા હતી.

પોતે ટેક્નોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે ત્યારે તેમને કયો સ્માર્ટ ફોન પસંદ છે એવું જાણવાની સૌને ઈચ્છા થાય. પીચાઈ આ વિશે જણાવે છે કે એક જમાનામાં તેમને બ્લેકબેરી ફોન્સ ખૂબ ગમતા. પરંતુ અત્યારે તેઓ પિક્સેલ 3XLના ફેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp