'પેલેસ્ટાઈનને યુક્રેન ન સમજતા...', આ સંગઠનની અમેરિકાને ખુલ્લી ધમકી

PC: jansarthi.com

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં મંગળવાર સુધી કુલ 1,665 લોકોના મોત થયા છે. ઈઝરાયલમાં 900 લોકો માર્યા ગયા છે, જ્યારે 2300 લોકો ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીમાં 765 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. આ સિવાય ઈઝરાયલની સેનાએ તેના વિસ્તારમાં 1500 આતંકીઓને ઠાર કર્યા છે.

જ્યારે ઈઝરાયલે પોતાના નાગરિકોની હત્યા અને તેની ધરતી પર આતંકવાદી હુમલાનો બદલો લેવાનું શરૂ કર્યું ત્યારે 20 લાખની વસ્તી અને મુંબઈની અડધી જમીન ધરાવતું ગાઝા ઈમારતોના કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું. હવે દ્રશ્ય એવું છે કે જ્યાં સુધી આંખે દેખાય છે ત્યાં સુધી માત્ર કાળો ધુમાડો જ દેખાય રહ્યો છે. ઈઝરાયલના રોકેટ દ્વારા ગાઝાને તબાહ થયેલો જોઈને તમારા મનમાં પ્રશ્ન થશે કે આવું કેમ થઈ રહ્યું છે.

આ પહેલા એ સમજવું જરૂરી છે કે, ગાઝામાં ઘૂસીને ઈઝરાયલ હમાસ પર જે હુમલો કરી રહ્યું છે, તે એટલા તે છે કે આતંકવાદી હુમલો માત્ર હમાસ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે? કે પછી ધર્મના નામે પેલેસ્ટિનિયન લોકોને ઢાલ બનાવનાર આતંકવાદી સંગઠન હમાસે બેધારી ક્રૂરતાનો આશરો લીધો છે અને નિર્દોષ લોકોને મોતના મોં માં જાણી જોઈને છોડી દીધા છે.

જ્યાં પેટ ભરીને ખાવા માટે અન્ન નથી, ત્યાં હમાસે તેના નાગરિકોને બોમ્બ અને દારૂગોળો દ્વારા ટુકડા કરવા માટે છોડી દીધા. જ્યાં લોકો પાસે ન તો નોકરી છે અને ન તો તેમના પરિવારનું ભારણ પોષણ કરવા માટે પૈસા છે, તેઓને હમાસના આતંકવાદીઓ દ્વારા આતંકવાદની ચક્કીમાં પિસાવા માટે છોડી દેવામાં આવ્યા છે. એક પછી એક રોકેટો ઉપરથી પડી રહ્યા છે. ગાઝામાં પડેલા દરેક રોકેટ સાથે એક ઈમારત પડી જાય છે. ઘણાની જીવનલીલા સમાપ્ત થઇ જાય છે. હમાસે ગાઝાથી શરૂ કરેલી ટેરર ગેમને હવે ઈઝરાયલ ખતમ કરવામાં વ્યસ્ત છે. ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે, ઈઝરાયલ હવે અટકવાનું નથી. પરંતુ ચાર દિવસમાં પાંચ હજાર રોકેટનો હુમલો કર્યા પછી હમાસના આતંકવાદીઓ હવે ગાઝાને વધુ મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગાઝા પટ્ટીમાં અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે તે હમાસ અને હમાસને ટેકો આપતા આતંકવાદીઓના કારણે છે. જેમ કે હવે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહે અમેરિકાને પણ ધમકી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો અમેરિકા યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ કરશે તો તે મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કરશે. લેબનીઝ સંગઠને ધમકી આપી છે કે, પેલેસ્ટાઈનને યુક્રેન ન સમજવું જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, યુક્રેન 2022થી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે.

જો કે, ગાઝા એટલું મોટું નથી કે તે ઇઝરાયલના અને તેના સમર્થનમાં ઉભેલા વિશ્વના મોટા દેશોના બોમ્બ, શેલ અને રોકેટનો સામનો કરી શકે. પરંતુ હમાસના આતંકવાદીઓના હુમલાનો વીડિયો જોઈને તમને ખ્યાલ નહીં આવે કે, આ વખતે હમાસે માત્ર ઈઝરાયલની સરહદ તોડી નથી પરંતુ બર્બરતાની પણ ઘણી હદ તોડી છે.

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હિઝબુલ્લાએ પોતાને હમાસની સાથે ગણાવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, હિઝબુલ્લાહ એક શિયા સશસ્ત્ર સંગઠન છે અને તે 1975 થી 1990 સુધી ચાલેલા લેબનોનમાં ગૃહ યુદ્ધમાં અસ્તિત્વમાં આવ્યું હતું. ઈરાન આ સંગઠનને પોતાનું સમર્થન અને આર્થિક મદદ આપે છે, કારણ કે ઈરાન શિયા મુસ્લિમોનો દેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp