બુર્જ ખલીફામાં કપલે રાખ્યો જેન્ડર રિવીલ કાર્યક્રમ, શું હોય છે તે?
આમ તો આપણે સોશિયલ મીડિયા પર ઘણા જેન્ડર રિવીલ વીડિયોઝ જોયા જ છે. જેમા કપલ પિંક અને બ્લૂ કલરનો ઉપયોગ કરીને જાણે છે કે, આવનારું બાળક છોકરો છે કે પછી છોકરી છે. ગુલાબી રંગ આવે તો સમજી જવાનું કે દીકરી છે અને ભૂરો રંગ આવે તો દીકરો.
એક એવો જ વીડિયો આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દુબઈમાં સ્થિત સીરિયાઈ પ્રભાવિત કપલ અનસ અને અસલા મારવાહએ જેન્ડર રિવીલ ઈવેન્ટનું આયોજન કર્યું હતું.
ખાસ વાત એ છે કે, આ કાર્યક્રમને દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફામાં આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યાં દંપતિએ પોતાના બીજા બાળકના જેન્ડરને રિવીલ કર્યું. દુબઈમાં યોજાયેલા આ કાર્યક્રમનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે.
સામે આવેલા વીડિયોમાં દંપતિ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યું છે. બુર્જ ખલીફાની ઈમારત ગુલાબી અને ભૂરી લાઈટ્સમાં જગમગાતી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. એક મિનિટ બાદ જ ઈમારતમાં 1થી 10 સુધીની ગણતરી શરૂ થઈ જાય છે.
ઈમારત પર સ્ટાર્સ અને ઘણી તસવીરો દેખાવા માંડે છે. આ જોતા કપલ ખૂબ જ ભાવુક થવા માંડે છે. તેના થોડાં સમય બાદ જ બુર્જ ખલીફા ભૂરા રંગની લાઈટમાં ચમકવા માંડે છે અને અંતે લખેલું આવે છે, ઈટ્સ અ બોય એટલે કે તે છોકરો છે. જે જોઈને દંપતિ અને તેમની સાથે હાજર લોકો ખુશ થઈ જાય છે અને એકબીજાને ભેટવા માંડે છે. આ જોઈ તમામની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે.
A post shared by Anas Marwah | انس مروة (@anasmarwah) on
જણાવી દઈએ કે, આમ તો જેન્ડર રિવીલ પાર્ટી વિદેશોમાં ખૂબ જ પ્રચલિત છે. ખૂબ જ ધૂમધામથી આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. જ્યાં તેમના પરિવારજનો અને નજીકના મિત્રો સામેલ થાય છે. ત્યાં સુધી કે પાર્ટીનો હિસ્સો બાળકો પણ હોય છે. પરંતુ ઘણા લોકો તેનો વિરોધ કરે છે. લોકોનું કહેવું છે કે, આ બધું એક પ્રકારનો દેખાડો છે. જ્યારે ઘણા લોકો તેને ખૂબ જ ખતરનાક માને છે. આમ તો વિદેશોમાં આ આયોજનને ખૂબ જ ખુશી અને ગ્રાન્ડ સ્તર પર સેલિબ્રેટ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp