ગરમીનો પારો 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતા દુબઇએ કૃત્રિમ વરસાદ કરાવ્યો, જુઓ Video

PC: metro.co.uk

હાલના દિવસોમાં ભારત, અમેરિકા, કેનેડા, ચીન, બ્રિટેન અને UAE સહિત ઘણાં દેશોમાં ભીષણ ગરમી પડી રહી છે. સાથે જ પારો 45થી 50 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જઇ રહ્યો છે. દુબઇમાં તો ગરમીને લીધે એટલી ખરાબ સ્થિતિ છે કે ત્યાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ગરમીને લીધે પશુઓ અને લોકોના મોત થઇ રહ્યા છે. આ ગરમીથી બચવા માટે UAEએ આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ વર્ષાની અનોખી રીત અપનાવી છે.

દુબઇના હવામાન વિભાગે રવિવારે દુબઇ સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદનો વીડિયો ફૂટેજ બહાર પાડ્યો છે. વિભાગે જણાવ્યું કે ભારે વરસાદના પગલે Ail Ain શહેરમાં ઝરણા જેવી સ્થિતિ બની ગઇ હતી અને ડ્રાઇવિંગ કરવી પણ મુશ્કેલ બની ગઇ. UAEના રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે વીડિયો ફૂટેજ બહાર પાડવામાં આવ્યા તેમાં દેશભરમાં ખરેખર પ્રાકૃત્તિક વરસાદ પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. પણ ખરેખર તો આ કૃત્રિમ વરસાદ હતો. રસ્તાઓ, ગલીઓ, મોહલ્લા વરસાદથી ખીલી ઉઠ્યા.

હવામાન વિભાગ અનુસાર, વરસાદ પ્રાકૃત્તિક નહીં પણ કૃત્રિમ હતો. યુએઇએ ડ્રોનનો ઉપયોગ કરીને વાદળોને ઇલેક્ટ્રિક ચાર્જ કરી દીધા. જેને લીધે વાદશો વરસી પડ્યા. આ કૃત્રિમ વર્ષા હતી. આ ટેક્નિકમાં વાદળોને વીજળીનો જોરથી ઝટકો આપવામાં આવે છે. જેથી વાદળોમાં ફ્રિક્શન(ઘર્ષણ) થાય છે અને વરસાદ પડવા લાગે છે. UAEમાં યુનિવર્સિટી ઓફ રીડિંગના એક્સપર્ટ આ પ્રકારના વરસાદ પર કામ કરી રહ્યા છે.

એક ડ્રોનનો ઉપયોગ વાદળોમાં ઈલેક્ટ્રિક ચાર્જને છોડવામાં કરવામાં આવે છે, તે પાણીની બૂંદોને એકસાથે જોડવામાં મદદ કરે છે અને વરસાદ પડે છે. હવામાન વિભાગે કહ્યું કે વરસાદને ક્લાઉડ સીડિંગ નામની ટેક્નિક દ્વારા વધારવામાં આવ્યો છે. જેનું હેતુ દેશમાં વાર્ષિક રીતે વરસાદનો દર વધારવાનો છે. જેની પાછળ 15 મિલિયન ડૉલર ખર્ચ કરવામાં આવ્યા છે.

કારણ કે UAE દુનિયાના ટોચના 10 શુષ્ક દેશોમાં આવે છે. જ્યાં સરેરાશ વરસાદ માત્ર 3 ઇંચ પડે છે. ડ્રોન ટેક્નિક દ્વારા આવો વરસાદ કરાવવામાં મદદ મળે છે અને ગરમીથી છુટકારો પણ મળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp