2 કરોડનો તાંબાનો સિક્કો કપાશે, હજારોમાં વહેચાશે! જાણો શું છે મામલો

PC: dailymail.co.uk

આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે છે પરંતુ આ એક સામાન્ય સિક્કો 2 કરોડ રૂપિયાની કિંમતનો છે જે હજારો લોકો વચ્ચે વેચાવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સિક્કો કોઈ એક શખ્સને નહીં મળે પરંતુ ઘણા લોકોને મળશે. કેવી રીતે? તો અમે આ આર્ટિકલમાં તમને વિસ્તારથી બતાવવા જઈ રહ્યા છીએ. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ આ સિક્કા પર Edward VIIIની તસવીર છે. Edward VIII બ્રિટનના રાજા હતા. તેઓ માત્ર 11 મહિના માટે રાજગાદી પર બેસી શક્યા હતા.

આ સિક્કાની કિંમત 2 કરોડથી વધારાની આંકવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સામાન્ય તાંબાના સિક્કાના 4 હજાર શેર નક્કી કરવામાં આવ્યા છે જેની કિંમત લગભગ 5 હજાર રૂપિયા નજીક હશે પરંતુ તેને કોઈ લિમિટેડ રીતે તેના શેર (હિસ્સો) જ ખરીદી શકાય છે એટલે કે 10 ટકા લગભગ 400 શેર ખરીદી શકાય છે.

શું છે આ સિક્કાની કહાની?

રિપોર્ટ મુજબ હવે આ સિક્કાની કહાની શું છે તો તે તમને જણાવી દઈએ છીએ. આ સિક્કો વર્ષ 1937મા લોકો વચ્ચે આવવાનો હતો પરંતુ ત્યારે Edward VIIIએ અમેરિકાની રહેવાસી એક વિધવા મહિલા વાલિસ સિમ્પસન સાથે લગ્ન કરી લીધા હતા. આ કારણે વર્ષ 1936મા સિંહાસન ત્યજી દીધું હતું. જેના કારણે 1937મા આવનારો આ સિક્કો બહાર પડી શક્યો નહોતો. ત્યારબાદ આવ્યો વર્ષ 1978....1978મા આ તાંબાના 50 પેટર્ન સિક્કાઓમાંથી એક લગભગ 35 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો. વર્ષ 2019મા તેની કિંમત વધીને 1 કરોડ 34 લાખ રૂપિયાથી વધારે થઈ ગઈ.

હવે Showpiece.comએ તેની ઈન્શ્યોરન્સ કરાવ્યું છે ત્યારબાદ હવે આ સિક્કાની ભાગીદારી 8 માર્ચના રોજ વેચાશે. Showpiece.comના સહ સંસ્થાપક ડાન કાર્ટરે જણાવ્યું કે આ સિક્કા સાથે એક ઇતિહાસ જોડાયેલો છે જે લોકોને આકર્ષિત કરશે. તેમણે કહ્યું કે આ સિક્કાને લઈને ઘણા લોકો પોતાની રુચિ દેખાડી રહ્યા છે. જોકે લોકોને તેનું આંશિક સ્વામિત્વ જ મળશે. તો આ સિક્કાની કિંમત આગામી દિવસોમાં વધી પણ શકે છે અને ઓછી પણ થઈ શકે છે. Edward VIII સાથે જોડાયેલા સામાન હાલમાં ખૂબ જ મોટી કિંમતમાં વેચાયા છે. જાન્યુઆરી 2020મા સોનાનો એક સિક્કો જેના પર Edward VIIIની તસવીર હતી તે 10 કરોડમાં વેચાયો હતો. તેને બ્રિટનના એક શખ્સે ખરીદ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp