બાળકો લાયક નથી.. વૃદ્ધ મહિલાએ કૂતરા-બિલાડીના નામે કરી દીધી પોતાની સંપત્તિ

PC: scmp.com

ચીનમાં એક વૃદ્ધ મહિલાએ પોતાના બાળકોથી દુઃખી થઈને લગભગ 23 કરોડ રૂપિયાની સંપત્તિ પાળતુ કૂતરા-બિલાડીઓના નામે કરવાનો નિર્ણય લીધો. મહિલાઓનું કહેવું છે કે તેમના બાળકો ક્યારેય તેની દેખરેખ કરવા અને હાલચાલ જાણવા પણ આવતા નથી. વૃદ્ધાવસ્થામાં માત્ર તેના પાળતુ પ્રાણી જ તેનો સાથ આપે છે એટલે તેના દીકરા અને દીકરીઓ આ લાયક છે જ નહીં કે તેમના નામે સંપત્તિ કરવામાં આવે. મહિલા શંઘાઇની રહેવાસી છે અને તેનું નામ લિઉ છે.

લિઉએ પોતાની વારસાઈમાં બદલાવ કરાવી દીધો. જો કે, આ કામમાં તેને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો. ચીનના કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓના નામે વારસાઈ નહીં કરી શકે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, લિઉએ જ્યારે પોતાની આખી સંપત્તિ કૂતરા-બિલાડીઓના નામે કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો જાણકારોનું કહેવું છે કે કાયદો તેની મંજૂરી આપતો નથી. મહિલાનું કહેવું હતું કે, જ્યારે તે બીમાર હતી ત્યારે તેના સંતાનો તેને જોવા પણ ન આવ્યા.

મહિલાની ઉંમર બાબતે વધુ જાણકારી મળી શકી નથી. જો કે, રિપોર્ટમાં મહિલાને વૃદ્ધ બતાવવામાં આવી છે. ચીનના વિલ રજીસ્ટ્રેશન સેન્ટરના એક અધિકારી ચેન કાઇના જણાવ્યા મુજબ તેમણે જ વારસાઈ કરવાનો એક વિકલ્પ સૂચવ્યો. તેમણે કહ્યું કે, લિઉની હાલની વારસાઈ વનવે છે. એવામાં તેણે કોઈ વિશ્વસનીય વ્યક્તિને પાળતું પ્રાણીઓની દેખરેખ કરવા માટે પસંદ કરવી પડશે. ત્યારબાદ તેના નામ પર જ વરસાઈ કરી દેવી જોઈએ. તેની પાસેથી પણ શપથપત્ર લઈ લેવું જોઈએ કે તે પોતાના વાયદાને પૂરા કરશે.

કેટલાક અધિકારીઓએ લિઉને ચેતવણી પણ આપી કે પોતાની બધી સંપત્તિ કોઈ વેટનરી ક્લિનિકના ઓનરના નામ કરવાથી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. જો પછીથી બાળકોનો વ્યવહાર બદલાય છે અને તે પોતાની સંપત્તિ તેમને આપવા માગે છે તો મુશ્કેલી ઊભી થઈ જશે. જો કે, લિઉએ તેની તરફ ધ્યાન ન આપ્યું. જો કે, વૃદ્ધ મહિલાએ પોતાનો ઇરાદો ન બદલ્યો અને ને પોતાના પાડોશના જ એક વેટરનરી ક્લિનિકના માલિકના નામે વારસાઈ કરી દીધી.

ચીનમાં સોશિયલ મીડિયા પર પણ એ વાતની ચર્ચા થવા લાગી. ઘણા લોકોએ મહિલાના વખાણ કર્યા છે. તેમનું કહેવું છે કે જો કોઈ પણ દીકરો પોતાની માતાની દેખરેખ નહીં કરે તો એ જ હાલત થવી જોઈએ. જો કે, આ પહેલી વખત નથી જ્યારે કોઈએ પોતાની સંપત્તિ પોતાના પાળતું પ્રાણીના નામે કરી છે. વર્ષ 2010માં પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર પણ પોતાની 97 હજાર ડોલરની સંપત્તિ પોતાના પાળતું કૂતરાના નામે છોડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp