88 વર્ષીય વૃદ્ધે ફળ વેચનારા નામે કરી દીધી 3.84 કરોડની સંપત્તિ, જાણો કારણ

PC: justdial.com

એક 88 વર્ષીય વૃદ્ધે પોતાની આખી સંપત્તિ ફળ વેચનાર એક વ્યક્તિના નામે કરી દીધી. તેના ફ્લેટની કિંમત 3.84 કરોડ રૂપિયા કરતા વધુ છે. વૃદ્ધના આ નિર્ણયથી તેના સંબંધીઓને ઝટકો લાગ્યો છે. પરંતુ જ્યારે તેની પાછળનું કારણ સામે આવ્યું તો વૃદ્ધ વ્યક્તિને યોગ્ય ઠેરવ્યા. આ ઘટના ચીનના શંઘાઈની છે. અહી મા નામના વ્યક્તિએ 3 વર્ષ અગાઉ નિર્ણય લીધો હતો કે તે પોતાની આખી પ્રોપર્ટી ફળ વેચનારના નામે કરી દેશે. જેની સાથે તેનો લોહીનો સંબંધ પણ નથી.

તેણે આ બધુ પોતાની વારસાઇમાં લખાવી દીધું. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, ફળ વિક્રેતાનું નામ લિયુ છે. તેના નામે માએ આ પ્રોપર્ટી એટલે કરી કેમ કે તેના મોત અગાઉ અંતિમ વર્ષોમાં વૃદ્ધની ખૂબ દેખરેખ કરી હતી. થોડા વર્ષો અગાઉ લિયુ પોતાની પત્ની અને 3 બાળકો માના ઘરે રહેવા આવ્યો હતો. આખા પરિવારે આ દરમિયાન તેની સંભાળ રાખી. પછી 31 ડિસેમ્બર 2021ના રોજ વૃદ્ધ વ્યક્તિ માનુ મોત થઈ ગયું. ત્યારે તેની 3 બહેનોએ બેન્ક અકાઉન્ટ સર્ટિફિકેટ લિયુને આપવાનો ઇનકાર કરી દીધો.

તેમને કહ્યું કે, પોતાના ભાઈની પ્રોપર્ટીમાં તેમનો અધિકાર છે. ખૂબ પરેશાન થયા બાદ લિયુએ કોર્ટ જવાનો નિર્ણય લીધો. માની 3 બહેનોનું કહેવું છે એ ખોટી વાત છે કે તેના વૃદ્ધ ભાઈએ પોતાના મોત અગાઉ વર્ષ 2020માં લિયુ સાથે એક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં લખ્યું હતું કે જીવતે જીવ લિયુ જ તેની દેખરેખ કરશે અને મોત બાદ તેની બધી પ્રોપર્ટી પણ તેને જ મળી જશે. તેમણે દાવો કર્યો કે માની માનસિક સ્થિતિ સારી નહોતી. તેને ભૂલવાની બીમારી થઈ ગઈ હતી. એવા સમયમાં તેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા.

જો કે, નોટરી અધિકારીઓએ સંબંધીઓના આ દવાઓને નકારી દીધા. તેમણે કહ્યું કે, વૃદ્ધ વ્યક્તિની માનસિક સ્થિતિ એકદમ યોગ્ય હતી. આ મહિને બાઓશાન ડિસ્ટ્રિક્ટ પીપલ્સ કોર્ટે કેસમાં નિર્ણય સંભળાવ્યો. ન્યાયાધીશોએ કહ્યું કે, એગ્રીમેન્ટ કાયદેસર છે અને આદેશ આપ્યો કે, માનું ઘર, પૈસા બધુ લિયુને આપી દેવામાં આવે. રિપોર્ટ મુજબ, લિયુ મન ઘર પાસે જ ફળ વેચે છે. એક દિવસે બંનેની વાત થઈ. ત્યારથી એક-બીજાની ખૂબ નજીક આવી ગયા.

માના એકમાત્ર પુત્ર માનસિક બીમારીના કારણે મોત થઈ ગયું હતું. એવામાં બધુ લિયુએ સંભાળી લીધું. માના સંબંધીઓમાંથી કોઈ પણ તેના દીકરાના અંતિમ સંસ્કાર સુધી ન આવ્યું. જ્યારે બીમાર થવા પર હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે પણ કોઈ મળવા ન આવ્યું. ત્યારે પણ લિયુએ જ સંભાળ રાખી. એવામાં તેણે પોતાનું બધુ જ લિયુને આપી દીધું. સોશિયલ મીડિયા પર લોકો આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp