14 હાથી ગામમાં ઘૂસ્યા, 30 લીટર વાઈન પીને ખેતરમાં ટલ્લી થયા, જુઓ તસવીર

PC: twimg.com

કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયા પર જોવા મળી રહ્યો હતો. ચીનના વુહાનથી શરૂ થયેલો વાયરસ ધીમે ધીમે દુનિયા બધાં જ દેશોમાં ફેલાઈ ચૂક્યો હતો. મોટા ભાગના દેશોએ લોકડાઉન કર્યું હતુ. લોકોએ પોતાને ઘરમાં બંધ કરી લીધા હતા. એવામાં ઈટલીના વેનિસથી એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં નદીનું પાણી ફરી સાફ થઈ ગયું છે. માછલીઓ પાણીમાં જોવા મળી રહી છે. હંસો પણ ફરી જોવા મળી રહ્યા છે. પ્રકૃત્તિ પોતાને ઠીક કરી રહી છે.

તો બીજી એક ન્યૂઝ ચીનની હતી. જ્યાં 14 હાથી એક ગામમાં ઘૂસી ગયા અને 30 લીટર વાઈન પી ગયા. ચીનના યૂનાનના એક ગામની આ વાત છે. 14 હાથીઓનું એક ઝૂંડ ત્યાં ઘૂસી આવ્યું તેમણે તબાહી મચાવી દીધી. તેમણે ખેતરોમાં મકાઈ અને અન્ય ખાદ્ય પદાર્થો ખાવાની માટે શોધ કરી, પણ છેલ્લે 30 લીટરની કોર્ન વાઈન પી ગયા. વાઈનને કારણે હાથીઓ એટલા ટલ્લી થઈ ગયા કે તેઓ ચાના બગીચામાં જઈને ત્યાં જ ઢળી પડ્યા.

હાથીઓનું આ ટોળું ખાવાની શોધમાં ગામમાં પહોંચી ગયા હતા. શોધ શોધમાં તેમને 30 લીટરની કોર્ન વાઈન મળી આવી, જેને તેઓ પી ગયા.

હવે ખેતરોમાં વાઈનને લીધે ઢળી પડેલા હાથીઓની તસવીરો સામે આવી. જેઓ ચાના ખેતરોમાં સૂતેલા છે. હાથીઓ સૂઈ રહ્યા છે. તેમના ચહેરા પર એક સ્મિત તમે જોઈ શકો છે. ચાના બગીચામાં તેઓ આરામથી સૂતા છે.

ત્યાર બાદ લોકોની મજેદાર કમેન્ટ આવવાની શરૂ થઈ ગઈ. ટલ્લી હાથીઓની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp