મસ્કે કહ્યું- ભારતમાં 64 કરોડ મતની ગણતરી એક દિવસમાં થઈ ગઈ અને કેલિફોર્નિયા...

PC: x.com/elonmusk

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અબજોપતિ એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલી પર મોટી ટિપ્પણી કરી છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને ભારતની લોકસભા ચૂંટણી સાથે સરખાવતા તેમણે કહ્યું કે, ભારતમાં એક દિવસમાં 640 મિલિયન એટલે કે 64 કરોડ મતોની ગણતરી થઈ છે, પરંતુ અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે.

સોશિયલ મીડિયા સાઇટ Xના માલિક ઇલોન મસ્કે પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર તેમનો અભિપ્રાય આપ્યો છે. એક પોસ્ટના જવાબમાં એલોન મસ્કએ લખ્યું, 'ભારતે એક દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી લીધી છે, જ્યારે કેલિફોર્નિયા હજુ પણ વોટની ગણતરી કરી રહ્યું છે.'

અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકામાં 5-6 નવેમ્બરે મતદાન થયું હતું. ત્યાર પછી હજુ પણ ત્યાં મતગણતરી ચાલુ છે. કેલિફોર્નિયા પણ આ રાજ્યોમાંથી એક છે. જો કે, અમેરિકાના અન્ય રાજ્યોમાં મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ટ્રમ્પ હવે જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

જો કે, ભારત અને અમેરિકાની ચૂંટણીઓ વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે, અમેરિકામાં હજુ પણ બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે, જ્યારે ભારતે વર્ષો પહેલા મતદાન માટે EVM પસંદ કર્યું છે.

અન્ય એક યુઝરે લખ્યું છે કે, ભારતે એક જ દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી લીધી છે, પરંતુ કેલિફોર્નિયા હજુ પણ 15 મિલિયન એટલે કે 1.5 કરોડ વોટની ગણતરી કરી રહ્યું છે અને મતદાન સમાપ્ત થયાને 18 દિવસ ઉપર વીતી ગયા છે.

આ પોસ્ટનો જવાબ આપતા ઈલોન મસ્કે લખ્યું કે, આ ખૂબ જ દુઃખદ છે.

અહીં તમને જણાવી દઈએ કે, શનિવારે પણ ભારતના બે રાજ્યો મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, અહીં પણ એક જ દિવસમાં મતગણતરી કરવામાં આવી હતી.

સ્પેસ એક્સ અને ટેસ્લાના CEO એલોન મસ્ક તેમના આશ્ચર્યજનક નિવેદનોને કારણે હંમેશા સમાચારમાં છવાયેલા રહે છે. એલોન મસ્ક, જેમણે ભારતની ચૂંટણી પ્રણાલીની ઝડપી પ્રક્રિયા માટે પ્રશંસા કરી હતી, તેઓ જ આ વર્ષે જુલાઈમાં EVMને 'ખતરનાક' ગણાવી રહ્યા હતા. એલોન મસ્કે તે સમયે કહ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પોસ્ટલ વોટિંગ 'ખૂબ જ ખતરનાક' હોઈ શકે છે અને તેનું સ્થાન બેલેટ પેપર વોટિંગ અને ડાયરેક્ટ વોટિંગ દ્વારા બદલાવવું જોઈએ.

આ નિવેદન આપવાના થોડા દિવસ પહેલા જ એલોન મસ્કએ કહ્યું હતું કે, આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને નાબૂદ કરી દેવા જોઈએ. તેને માનવીઓ દ્વારા અથવા AI દ્વારા હેક થવાનું જોખમ ઓછું છે, પરંતુ તેની શક્યતા ઘણી વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp