આર્મિનીયા અને અજરબૈજાન વચ્ચેનું યુદ્ધ થયું ખતમ, એક મહિનામાં આટલા લોકોના થયા મોત

PC: the newyork times

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું આર્મિનીયા અને અજરબૈજાન વચ્ચેનું યુદ્ધ પતી ગયું છે. બંને દેશોએ 26 ઓક્ટોબરની અડધી રાતે યુદ્ધ વિરામ લાગુ કરવા પર સહમતિ આપી હતી. અમેરિકાની પહેલ પર આર્મિનીયા અને અજરબૈજાન વચ્ચેના સંઘર્ષનો અંત આવ્યો છે. આ જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આર્મિનીયાઈ PM નિકોલસ પશિનાન અને અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીવેયને શુભેચ્છા, જે અડધી રાતે યુદ્ધ વિરામનું પાલન કરવા માટે સહમત થયા. જેનાથી ઘણા લોકોની જાન બચી ગઈ છે. આ પહેલા માઈક પોમ્પિયોએ બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરીને સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી.

આર્મિનીયા અને અજરબૈજાન દુનિયાના નક્શામાં બે નાનકડા દેશ છે, પરંતુ આ બંને વચ્ચે નાગાર્નો કારાખાબને લઈને છેલ્લા એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ જંગમાં અત્યાર સુધી બંને પક્ષે આશરે 5000 જેટલા લોકો માર્યા ગયા છે. જેને કારણે બધાની નજર આ બંને દેશો પર હતી. આ પહેલા આર્મિનીયા અને અજરબૈજાને એકબીજા પર શાંતિપૂર્ણ સમાધાનમાં અડંગો લગાવવાનો આરોપ લગાવ્યો હતો. આર્મિનીયાએ અજેરી સેના પર નાગરિકી વિસ્તારોમાં બોમ્બ નાખવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે અજરબૈજાને આ આરોપ ખોટો હોવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે, તે સંઘર્ષ વિરામ લાગુ કરવા માટે રાઝી છે પરંતુ પહેલા આર્મિનીયાઈ સેના યુદ્ધ સ્થળ છોડીને જશે.

તેમાં નાગાર્નો કારાખાબના સ્થાનિક અધિકારીઓએ અજેરી સેના પર આસ્કેરન અને માર્ટુનીના વિસ્તારોના લોકો પર આર્ટિલરી ફાયરીંગ કરવાનો આરોપ મૂક્યો છે. જ્યારેઅજરબૈજાને આરોપ લગાવ્યો છે કે તેમણે તેમના ઠેકાણાઓ પર નાના હથિયારો, મોર્ટાર, ટેંક અને હોવિત્જર્સથી હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં બે વખત રશિયા દ્વારા મધ્યસ્થતા કરીને યુદ્ધ વિરામની કોશિશ કરવામાં આવી ચૂકી છે, પરંતુ બંને વખતે યુદ્ધનો અંત કરવામાં તેમને સફળતા મળી નહતી અને ફરીથી યુદ્ધ શરૂ થઈ ગયું હતું. હવે જોવાનું એ છે કે અમેરિકાના તરફથી કરાવવામાં આવેલું આ યુદ્ધ વિરામ કેટલા દિવસો સુધી લાગુ પડશે. શું આર્મિનીયા અને અજરબૈજાન દેશો ખરેખરમાં યુદ્ધનો અંત લાવશે કે થોડા દિવસોમાં ફરીથી એકબીજાને આમને-સામને આવીને ઊભા રહેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp