આ પ્રાચીન મુસ્લિમ દેશમાં ભયંકર મંદી, મસ્જિદો પર થઇ રહેલા ખર્ચ પર ઉઠયા સવાલો

PC: ujjwalpradesh.com

પિરામિડ અને મમી માટે પ્રખ્યાત ઇજિપ્ત હાલમાં કેટલાક અલગ અલગ કારણોસર હેડલાઇન્સમાં છે. ઇજિપ્તનું જમવાનું દુનિયાના ઘણા પ્રવાસીઓના મોઢા પર ચઢેલું છે. પાસ્તા, ચોખા, દાળ, ચણા, તળેલી ડુંગળી અને મસાલેદાર ટામેટાના સૉસ મિક્સ કરીને બનાવવામાં આવેલી કોશારી ડિશ સૌની પ્રિય છે. પરંતુ હાલના સમયે દેશમાં એટલો ગંભીર ખોરાક અને અનાજનું સંકટ છે કે, રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકો પણ પરત ફરી રહ્યા છે. પાકિસ્તાન બાદ હવે ઈજિપ્ત ભયંકર આર્થિક સંકટમાં છે. લોકોની પાસે રોટલી ખરીદવા માટે પણ પૈસા નથી. દેશની હાલત એવી થઈ ગઈ છે કે, ગરીબથી લઈને અમીર લોકો સુધીના તમામ લોકો પરેશાન છે. આમ છતાં દેશમાં મસ્જિદોના નિર્માણ પર પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે.

મસ્જિદ નિર્માણથી નાગરિકો પરેશાન

દેશના નાગરિકોને સમજ નથી પડી રહી કે, જ્યારે આર્થિક સંકટ છે તો પછી મસ્જિદોનું નિર્માણ કે પછી તેનું રિનોવેશન કેમ કરાવવામાં આવી રહ્યું છે. 20 વર્ષના એક યુવા મહમૂદ અબ્દુએ વેબસાઈટ અલ મોનિટરને જણાવ્યું કે, પહેલા ઘરના લોકો કહેતા હતા કે, જો ગરીબી છે તો પૈસાને મસ્જિદો પર નહીં ખર્ચવા જોઈએ. અબ્દુ કહે છે કે, મસ્જિદોની બહાર ડોનેશન બોક્સ રાખીને મસ્જિદોના નિર્માણ અને અન્ય કામો માટે પૈસા ભેગા કરવા જોઈએ.

દેશમાં લાખો મસ્જિદો છે

ગયા વર્ષે નવેમ્બરમાં દેશના ધાર્મિક અનુદાન મંત્રાલયે ડોનેશન બોક્સનો વિચાર રદ કરી દીધો હતો. મંત્રાલયે કહ્યું કે, દાન પેટીના બદલે લોકોએ તેમના બેંકના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવા જોઈએ. સપ્ટેમ્બર 2020મા ધાર્મિક અનુદાન મંત્રી મોહમ્મદ મુખ્તાર ગોમાએ જણાવ્યું હતું કે, ઇજિપ્તમાં મસ્જિદોની કુલ સંખ્યા 1 લાખ 40 હજાર સુધી પહોંચી ગઈ છે, જેમાંથી એક લાખ મોટી મસ્જિદ સામેલ છે. ઇજિપ્તમાં ઘણી મસ્જિદો એવી છે જ્યાં માત્ર શુક્રવારે જ ભીડ હોય છે અથવા પછી રમઝાનના મહિનામાં તે ફુલ હોય છે. એવામાં કેમ નવી મસ્જિદોનું નિર્માણ થઈ રહ્યું છે?

મસ્જિદો પર ખર્ચ 404 મિલિયન ડૉલર

ગયા મહિને જ દેશમાં 9600 મસ્જિદોનું ક્યાં તો નિર્માણ થયું છે અથવા પછી તેને રિનોવેટ કરવવામાં આવી છે. વર્ષ 2013માં જ્યારે અબ્દેલ ફતહ અલ CCએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું ત્યારથી જ દેશમાં મસ્જિદો પર ઝડપથી ખર્ચ થઈ રહ્યો છે. અત્યાર સુધી 404 મિલિયન ડોલર મસ્જિદો પર ખર્ચ કરી દેવામાં આવ્યો છે. CCના વર્તન પર દેશના યુવાનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, પ્રાર્થના તો ગમે ત્યાં કરી શકાય છે. પરંતુ શિક્ષણ માટે શાળા અને સારવાર માટે હોસ્પિટલની પણ જરૂરત હોય છે.

કેમ થઈ દેશની આ હાલત

અમેરિકન મેગેઝિન CEOworld અનુસાર, ઇજિપ્ત એ અરબ દેશ છે જ્યાં એક વ્યક્તિ સરેરાશ 219 ડૉલર દર મહિને કમાય છે. મહામારી બાદ જ્યારે ઈજિપ્ત તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યુ હતું, ત્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. મહામારીએ દેશના પ્રવાસન ઉદ્યોગોને ગંભીર રીતે ભાંગી પાડ્યા તો યુદ્ધે પરિસ્થિતિને વધુ ખરાબ કરી નાખી. પ્રવાસન ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. વિદેશી રોકાણકારોએ યુદ્ધના થોડા જ અઠવાડિયામાં અબજો ડોલર પરત ખેંચી લીધી. આની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી. ઈજીપ્ત, રશિયા અને યુક્રેનમાંથી ઘઉંની આયાત કરે છે. ઘઉંના ભાવ પણ યુદ્ધ સાથે વધવા લાગ્યા અને પ્રવાસન ઘટવા લાગ્યું. દેશનો પ્રવાસન ઉદ્યોગ લાંબા સમય સુધી રશિયન અને યુક્રેનિયન પ્રવાસીઓ પર જ નિર્ભર રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp