ડોક્ટરે સ્ટાફને આપી એવી ગિફ્ટ કે તેઓ કહે છે-દુનિયાના સૌથી બેસ્ટ બોસ છે
દુનિયામાં ઘણી વખત આપણે કર્મચારીઓના શોષણની વાત સાંભળી હશે, પરંતુ બીજી તરફ એવા બોસ પણ છે જે તેમના કર્મચારીઓની કદર કરવા માટે મોંઘીદાટ ગિફ્ટ આપતા હોય છે. ભારતમાં પણ આવા અનેક બોસ છે.
પરંતુ આજે જે બોસની વાત કરવાની છે તે કેનેડાના એક ડોકટર છે અને તેઓ ડેન્ટિસ્ટ છે. કેનેડાના આ ડોકટરે કોરાના મહામારી દરમ્યાન બધા કર્મચારીઓની મહેનતને ધ્યાનમાં રાખીને એક સરપ્રાઇઝ લકઝરી ભેટ આપી છે જે જોઇને કર્મચારીઓ ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા છે અને પોતાના બોસને શ્રેષ્ઠ માલિક બતાવી રહ્યા છે.
ધ સન અખબારના એક અહેવાલ મુજબ કેનેડાના ડેન્ટિસ્ટ યુસુફ ચાબાને તાજેતરમાં પોતાના બધા કર્મચારીઓને Louis Vuittonની લકઝરી બેગ ભેટમાં આપી છે જેની કિંમત 1 લાખ રૂપિયાથી વધારે હોવાનું જાણવા મળ્યું છે. ડો. યુસુફ ચાબાને અગાઉ ઘર વગરના યુવાનોને મફતમાં ડેન્ટલ સેવા આપવા માટે પણ જાણીતા બન્યા હતા.
ધ સન અખબારના અહેવાલ મુજબ, ડોકટર યુસુફ ચાબાન Edmonton શહેરમાં Oxford Dentalનામથી ક્લિનિક ચલાવે છે. કોરાના મહામારીના સમયમાં કર્મચારીઓએ આપેલી ઉત્કૃષ્ટ સેવાની કદર કરવા માટે ડો. યુસુફે બધા કર્મચારીઓને સરપ્રાઇઝ લક્ઝરી ગિફ્ટ આપી હતી. તેમના ક્લિનિક તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર વીડિયો શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં ડોકટર ચાબાન પોતાના હાથમાં અનેક બેગ્સ લઇને ઉભા છે. જાણવા મળેલી વિગત મુજબ ડો.યુસુફ ચાબાને જે Louis Vuittonની લક્ઝરી બેગ ગિફટમાં આપી છે તેની અંદાજે કિંમત 1 હજાર પાઉન્ડ છે, ભારતીય રૂપિયામાં તેની કિંમત 1 લાખ રૂપિયા છે. જો કે ડો. યુસુફે ચાબાને કેટલાં કર્મચારીઓને ગિફ્ટ આપી તે સ્પષ્ટ થઇ શક્યું નથી, પણ તેમની આ ઉદારતાના લોકો વખાણ કરી રહ્યા છે. કર્મચારીઓ પણ કહી રહ્યા છે કે અમારા બોસ દુનિયાના સૌથી બેસ્ટ બોસ છે.
ઘણી વખત રૂપિયા કરતા કર્મચારીઓની દીલથી કદર કરી હોય તેનાથી કર્મચારીઓને ઘણી ખુશી મળતી હોય છે અને કામ કરવાનો જુસ્સો પણ વધતો હોય છે. તાજેતરમાં કેરળના એક માલિકે તેના કર્મચારીની કદર કરવા માટે મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી.
ડો.યુસુફે વર્ષ 2015માં એવા યુવાનોની મફતમાં સારવાર કરી હતી જેમની પાસે રહેવા માટે ઘર નહોતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp