ખેતરમાં ઈંડાના પાકનો વીડિયો થયો વાયરલ, હકીકત જાણીને હેરાન રહી જશો

PC: twitter.com

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક ચોંકાવનારા હોય છે. તો વળી કેટલાક વીડિયો મનોરંજક હોય છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ખેતરમાં ઈંડાની ખેતી દેખાઈ રહી છે. આ વાત સાંભળવામાં ખૂબ જ અજીબ લાગી રહી છે પરંતુ વીડિયોમાં સફેદ રંગના ઘણા ઈંડા દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે ઈંડા છોડ પર ઉગાડી શકાય છે.

એક શખ્સ ઈંડું ફોડીને પણ દેખાડે છે જેને જોઈને દરેક હેરાન છે પરંતુ આ વીડિયોની હકીકત શું છે? તે બાબતે આપણે આ આર્ટિકલમાં જોઈશું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક શખ્સ છોડ પરથી ઊગેલા ઇંડાને ફોડે છે તો તેમાં એકદમ ઇંડાની જેમ પીળા રંગનો પદાર્થ નીકળે છે. વીડિયોમાં આગળ પણ દાવો કરવામાં આવ્યો છે આ ઈંડા ખૂબ ડિમાન્ડમાં છે અને તેની છ થી બાર મહિના પહેલા જ એડવાન્સ બુકિંગ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર શખ્સ કહે છે કે તેની ખેતી કરનાર માલામાલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં કથિત રીતે ઈંડાની ખેતી કરનાર શખ્સ બતાવી રહ્યો છે કે આ ખેતીમાં એક ઈંડાના ઉત્પાદન પર લગભગ 1.50-2 રૂપિયાનો ખર્ચ આવે છે પરંતુ તેને બજારમાં 6-7 રૂપિયા કે તેનાથી વધારેમાં વેચવામાં આવે છે એટલે કે તેનાથી સારી કમાણી થઈ રહી છે. ઇંડાની ખેતીનો આ વીડિયો સોશિયલ મીડિયા સાઇટ્સ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે પણ તેને જુએ છે તે હેરાન રહી જાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર ખૂબ રીએક્શન આપી રહ્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે.

આ વીડિયો ફેક છે. વીડિયોમાં નજરે પડે છે કે ખેતર અસલી છે પરંતુ ખેતરમાં ઊગી રહેલો પાક કોઈ ઈંડાનો નથી પરંતુ સફેદ રીંગણ છે. દુનિયામાં છોડની લાખો પ્રજાતિઓ છે જે અલગ અલગ પ્રકાર અને રંગોના ફળ આપે છે એટલે આ રીંગણ એકદમ ઈંડા જેવા દેખાઈ રહ્યા છે. એ સિવાય ખેડૂત જેને ફોડીને દેખાડે છે તે અસલી છે જેને ખૂબ જ ચાલાકીથી છોડ વચ્ચે છુપાવાની રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp