ડ્રાઇવિંગ ટેસ્ટમાં 12 વાર નાપાસ થયો, પાસ થવા હમશક્લની શોધ કરી,પરંતુ ચાલાકી...
તમે તમારા ડ્રાઇવિંગ ટેસ્ટમાં કેટલી વાર નિષ્ફળ ગયા છો? એક વાર, બે કે ત્રણ વાર... હકીકતમાં, બેલ્જિયમમાં એક વ્યક્તિ 12 વખત લાયસન્સ પરીક્ષામાં નાપાસ થયો હતો. તેણે હાર ન માની પણ લાઇસન્સ મેળવવાનો એક એવો રસ્તો શોધી કાઢ્યો કે તેના કારણે તે હવે જેલમાં છે.
કેટલાક લોકો માટે, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું પડકારરૂપ બની જાય છે. કારણ કે ભાઈ, આ લાઈસન્સ માટે તમારે માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ જ નહીં પણ એક પરીક્ષા પણ પાસ કરવી પડે છે. પરીક્ષામાં ટ્રાફિક નિયમોને લગતા પ્રશ્નો હોય છે. ઘણા લોકો ગાડી ચલાવીને તો બતાવી દે છે, પરંતુ તેઓ પરીક્ષા પાસ કરી શકતા નથી. આવો જ એક કિસ્સો બેલ્જિયમમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો. તે 12 વખત ટેસ્ટમાં નાપાસ થયો હતો, જેના કારણે તે એટલો નારાજ થઈ ગયો હતો કે તેણે લાયસન્સ મેળવવાની એવી કોશિશ કરી કે તે સીધો જેલમાં પહોંચી ગયો. આવો ચાલો જાણીએ, શું છે પુરી વાત....
મીડિયા સૂત્રોની રિપોર્ટ અનુસાર, સર્જ નામનો વ્યક્તિ લાયસન્સ પરીક્ષામાં સફળ થવા માટે એક વર્ષથી ખુબ જ મહેનત કરી રહ્યો હતો. ખરેખર, ઘાનાનો આ વ્યક્તિ બેલ્જિયમમાં રહે છે. તેની પાસે તેના વતનનું લાઇસન્સ હતું, પરંતુ તે બેલ્જિયમમાં તે લાઇસન્સ સાથે વાહન ચલાવી શકતો ન હતો. તેથી તેણે બેલ્જિયમમાં લાયસન્સ માટે અરજી કરી. પરંતુ તે લેખિત પરીક્ષામાં વારંવાર નાપાસ થતો હતો. સર્જ વ્યવહારમાં તો હોશિયાર હતો. પરંતુ તે થિયરી પાર્ટમાં એટલો નબળો હતો કે, 12 વખત પ્રયાસ કરવા છતાં પણ તે પરીક્ષા પાસ કરી શક્યો ન હતો. હવે તેને લાયસન્સ તો જોઈતું જ હતું. તેથી તેણે તેના દિમાગને દોડાવ્યું અને તેના જેવા દેખાતા વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું, જેથી તે વ્યક્તિ તેની જગ્યાએ પરીક્ષા આપી શકે.
પછી શું..., થોડા સમય પછી, સર્જની જુલિયન નામના માણસ સાથે મુલાકાત થઇ મળ્યા. તે મૂળ કોંગોનો હતો. તેનો દેખાવ સર્જના જેવો જ હતો! અને હા, તેની પાસે પહેલેથી જ તેનું બેલ્જિયન લાઇસન્સ હતું. બંને અધિકારીઓને ફસાવીને લાઇસન્સ મેળવવા માટે સંમત થયા હતા. તેઓએ નક્કી કર્યું અને તેમણે ટેસ્ટ માટે બેલ્જિયમના વોલોનિયા પ્રાંતમાં આવેલા મોન્સ પ્રદેશને પરીક્ષા માટે પસંદ કર્યું. તેમનું માનવું હતું કે, અહીંના પરીક્ષક એકદમ નમ્ર છે અને બહુ કડક રીતે તપાસ નથી કરતા. પરંતુ તેનું અનુમાન ખોટું નીકળ્યું. કારણ કે જુલિયનએ પરીક્ષા ખંડમાં સર્જની ID સબમિટ કરતાની સાથે જ પરીક્ષકે તેની સામે એટલી સારી રીતે જોયું કે, તે સમજી ગયો કે આ વ્યક્તિ સર્જ નથી, પરંતુ કોઈ અન્ય છે. ત્યાર પછી પોલીસે બંનેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કર્યો હતો. સર્જને 1 વર્ષની જેલ કરવામાં આવી હતી અને જુલિનને 200 કલાકની સમાજની સેવા કરવા માટે સજા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp