25 વર્ષની મહિલાને 14 વર્ષનો દીકરો, ફેન્સ બોલ્યા- આ ગણિત સમજાવો

PC: aajtak.in

ટિકટોક વીડિયોમાં એક મહિલાએ દાવો કર્યો છે કે, તે 25 વર્ષની છે અને તેનો દીકરો 14 વર્ષનો છે. વાયરલ વીડિયોમાં તેને પોતાના 14 વર્ષના દીકરાને ‘બોનસ સન’ કહ્યું છે.ટિકટોક પર તેને જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેને કહ્યું છે કે, ‘ઓછી ઉમરની માતા’ હોવાનું સારૂ લાગે છે, તેને પોતાના દીકરાથી ખૂબ જ પ્રેમ છે.

આ મહિલાનું નામ કર્ટની લી હેવિટ છે, તેણે જણાવ્યું કે, મને ઓનલાઇન ટ્રોલ કરવામાં આવી હતી. કેમ કે, મારી અને મારા દીકરાની ઉમરમાં ઓછું અંતર છે. કર્ટનીએ જે વીડિયો ટિકટોક પર શેર કર્યો છે, તેમાં તે એક રેપ સોંગ ગાતી જોવા મળે છે.વીડિયોમાં લખ્યું છે કે, ‘જ્યારે તમે 25 વર્ષના થયા, ત્યારે તમારો 14 વર્ષનો ‘બોનસ સન’ છે. અમે પહેલો વીડિયો એક સાથે કર્યો છે,’

કર્ટનીના આ વીડિયોને ટિકટોક પર અત્યાર સુધી 1 કરોડ 60 લાખથી વધુ લોકોએ જોયું છે, તેના આ વીડિયોથી અનેક યૂઝર્સ કન્ફયુઝ થઇ ગયા, એમ તો બોનસનો અર્થ ‘સાવકા સંબંધીઓ’ની રીતે પણ કાઢવામાં આવે છે, પણ મહિલાએ આ વાત સ્પષ્ટ નથી કરી કે, આ તેનો સાવકો દીકરો છે.

યૂઝર્સે પૂછ્યું ‘બોનસ સન’નો અર્થ શું છે?

કર્ટની લી હેવિટનો આ વીડિયો ટિકટોક પર વાયરલ થયો, તો અનેક લોકોએ આના પર કમેન્ટ કરી હતી. યૂઝર્સ પૂછી રહ્યા છે કે આખરે બોનસ સનનો અર્થ શું થાય છે? એક યૂઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘મને લાગ્યું કે આ તમારો સાચે જ દીકરો છે.’ શું આ તમારી પાસે ત્યારે આવ્યો, જ્યારે તમે 11 વર્ષના હતા?, તેમજ એક યૂઝરે લખ્યું કે, ‘આ ગણિત મને સમજાયું નથી, કોઈ મને સમજાવશે.’

યૂઝર્સના કમેન્ટનો આપ્યો જવાબ

તેમજ કર્ટનીએ આ વીડિયોનું એક ફોલોઅપ વીડિયો પણ બનાવ્યો છે. જેમાં કર્ટનીએ લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા છે. કર્ટનીને એક યૂઝરે પ્રશ્ન પૂછ્યો કે, ‘મને તમારો ‘બોનસ સન’ કહેવાનો અર્થ નથી સમજાયો? શું તમે આને વિસ્તારથી સમજાવશો?’

કર્ટનીએ જવાબ આપતા કહ્યું કે, ‘હું વીડિયો બનાવવાના મામલામાં નવી છું, પણ મને સારૂ લાગી રહ્યું છે, મને માફ કરજો, જો તમે આ જોઇને નિરાશ થયા છો તો.’ આગળ તેને કહ્યું કે, ‘મારા ટિકટોક પર તમારૂ સ્વાગત છે, હું કોઈના પ્રશ્નોથી દુ:ખી નથી. ‘બોનસ મદર’ એટલે જે તમે મેળવ્યું છે તે, તેમજ સાવકી માતા તે હોય છે, જે કોઈના પિતા સાથે લગ્ન કરે છે.’ તેના આ પોસ્ટને 2 લાખ 32 હજારથી વધુ લોકોએ જોયું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp