ધમાકાથી દીકરી ડરી ન જાય તે માટે પિતાએ દરેક બ્લાસ્ટ સમયે Videoમા જુઓ શું કર્યું

PC: storypick.com

બોલિવુડ અભિનેતા જીશાન આયૂબ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની ટ્વીટ દ્વારા સમસામાયિક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કરતો રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે. જેને જોઈ કોઈના પણ રુવાંડા ઊભા થઈ જશે. અભિનેતાએ શેર કરેલો વીડિયો સીરિયાનો છે. જ્યાં એક પિતા બોમ્બ બ્લાસ્ટની વચ્ચે પણ હસતા જોવા મળ્યા. જીશાન દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે.

અભિનેતાએ લખ્યું, આ દિલ તોડી નાખનારી વાત છે. જ્યારે તમે તેને સાંભળશો. વીડિયોમાં પિતા દીકરી સાથે રમતા જોવા મળી રહ્યા છે. પણ જેવો બોમ્બ બ્લાસ્ટ થાય છે, દીકરી જોર જોરથી હસવા લાગે છે. દીકરીના પિતાએ આવું એટલા માટે કર્યું જેથી બાળકી સીરિયામાં થઈ રહેલા બોમ્બ બ્લાસ્ટથી ડરે નહીં.

જણાવી દઈએ કે, જીશાન આયૂબ તેની ટ્વીટને લઈને વિવાદોમાં રહેતો રહે છે. તેની ફિલ્મોની વાત કરીએ તો આયૂબ આર્ટિકલ 15 અને મિશન મંગલ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જ્યાં ફિલ્મ આર્ટિકલ 15માં તે આયુષ્માન ખુરાના સાથે અગત્યની ભૂમિકામાં હતો, તો મિશન મંગલમાં તે તાપસી પન્નૂના પતિની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે ઉપરાંત અભિનેતા ફિલ્મ રઈશ, તન્નુ વેડ્સ મન્નુ રિટર્ન, મણિકર્ણિકા, ટ્યૂબલાઈટ, ઝીરો અને ઠગ્સ ઓફ હિંદુસ્તાન જેવી ફિલ્મોમાં અગત્યની ભૂમિકા ભજવી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp