મેક્સિકોમાં પાઈપલાઈનમાંથી તેલ ચોરતી વખતે વિસ્ફોટ, 71ના મોત

PC: france24.com

મેક્સિકોમાં તેલ અને ગેસ પાઈપલાઈનમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગતા અત્યાર સુધીમાં 71 લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં 76 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે 80 લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે. ભારતીય સમય મુજબ, શનિવારે સવારે હિડાલ્ગો વિસ્તારમાં આ વિસ્ફોટ થયો હતો. અહીંના ગવર્નર ઉમર ફયાદના જણાવ્યા મુજબ, સ્થાનિક લોકો પાઈપલાઈનમાંથી તેલ ચોરી રહ્યા હતા, આ દરમ્યાન આ ઘટના ઘટી હતી. જો કે હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, અમુક લોકોએ તેલ ચોરવા માટે પાઈપલાઈનમાં ગાબડું પાડ્યું હતું. જો કે વધારે માત્રામાં તેલ લીકેજ થતા લોકો ચોરી કરવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. આ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો. મેક્સિકોમાં તેલ પાઈપલાઈનમાં વિસ્ફોટની આ સૌથી મોટી દુર્ઘટના છે. અગાઉ 2010માં પણ પાઈપલાઈનમાં વિસ્ફોટના કારણે 28 લોકો માર્યા ગયા હતા.

દેશની સૌથી મોટી ઓઈલ કંપની પેમેક્સના જણાવ્યા મુજબ, તેમની પાઈપલાઈનોમાંથી ગત વર્ષે 21 હજાર કરોડ રુપિયાના તેલની ચોરી થઈ હતી. મેક્સિકોમાં ગત વર્ષે આવા 13 હજારની વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

દેશના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રાડોરે શનિવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, ઓઈલની ચોરીના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવશે. હાલ તો ઈજાગ્રસ્તોની સારવાર કરવવાની અમારી પ્રાથમિક્તા છે, જેથી મૃત્યુનો આંકડો ઘટાડી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp