બદલો લેવા મિત્રનું અપહરણ, ખંડણીની રકમ મળ્યા પછી પણ હત્યા કરી અને માંસ ખાઇ ગયા

PC: zeenews.india.com

બાંગ્લાદેશથી એક અત્યંત ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે એક 20 વર્ષના યુવાનનું તેના જ સાથી કર્મચારી મિત્રોએ અપહરણ કરીને ખંડણી માંગી હતી., ખંડણીની રકમ મળ્યા પછી પણ મિત્રની હત્યા કરી નાંખી અને મિત્રના મૃતદેહને શેકીને પાછા ખાઇ પણ ગયા. અત્યંત વિકૃત માનસિકતાની આ ઘટનામાં પોલીસે અપહરણકારોને પકડી લીધા છે.

જાણવા મળેલી વિગત મુજબ નાહિદા અખ્તર નામની એક મહિલા પર ફોન આવે છે. ફોન પર વાત સાંભળ્યા પછી તેણીના પગ નીચેથી જમીન સરકી જાય છે. થોડી ક્ષણો સુધી તો નાહિદા ગુમસુમ થઇ ગઇ જાય છે. આ ફોન બાંગ્લાદેશના 20 વર્ષના યુવક શિબલી સાદિક રિદોય (Shibli Sadiq Hridoy)ની માતા નાહિદા પર આવ્યો હતો. ફોન કરનારે નાહિદાને કહ્યુ કે હતું કે દીકરાની સલામતી ઇચ્છતા હોય તો 15 લાખ રૂપિયા તૈયાર રાખજો. ફોનમાં પાછળથી મારપીટના અવાજો પણ સંભળાતા હતા. નાહિદા હજુ કઇ જવાબ આપે કે સમજે તે પહેલાં તો ફોન કપાઇ ગયો હતો. એ પછી નાહિદાના પરિવારમાં હડકંપ મચી ગયો હતો.

શિબલી સાદિક રિદોય એક 20 વર્ષનો છોકરો હતો જે બાંગ્લાદેશના ચિતોગૌંગમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારની આર્થિક હાલત સારી નહોતી અને પરિવાર ગરીબાઇમાં જીવન વિતાવતો હતો. એટલે શિબલીના પહેલેથી સપના ઉંચા હતા, તેને પરિવારને સુખ સમૃદ્ધિ આપવા હતા. પરિવાર માટે તે કઇં પણ કરવા તૈયાર હતો. પરિવારની મદદ કરવા માટે શિબલી દિવસમાં ભણતો અને કોલેજમાંથી બચેલા સમયમાં નોકરી પણ કરતો હતો.

શિબલી પોતાની કોલેજની નજીક જ ક પોલ્ટ્રી ફાર્મમાં મેનેજર તરીકે કામ કરતો હતો. શિબલી પોતાના કામ પ્રત્યે એકદમ પ્રમાણિક હતો. પરંતુ આ ઇમાનદારી તેની ભારે પડી ગઇ હતી.

શિબલી જ્યાં કામ કરતો હતો ત્યાં અન્ય છોકરાઓ પણ કામ કરતા હતા. શિબલીની બધા સાથે દોસ્તી થઇ ગઇ હતી. પરંતુ જે કર્મચારી લાપરવાહી દાખવતા તે વાત શિબલીને બિલકુલ પસંદ નહોતી. જેને કારણે તે ઘણી વખત કર્મચારીઓને ખખડાવતો પણ હતો. આ વાત કેટલાંક કર્મચારીઓને પસંદ નહોતી આવતી.

શિબલી તેમનાથી ઉંમરનો નાનો હોવા છતા ખખડાવી જાય તે વાતથી કેટલાંક કર્મચારીઓ નારાજ હતા.

એક વખત શિબલીની ઉર્માંગચિંગ માર્મા નામના કર્મચારી સાથે ભારે બબાલ થઇ હતી અને વાત એટલી વણસી હતી કે પોલ્ટ્રી ફાર્મના માલિકે દરમિયાનગીરી કરવી પડી હતી. માલિકે સમજાવ્યા પછી મામલો શાંત પડ્યો હતો. પરંતુ માર્માનું મગજ શાંત નહોતું પડ્યું, તેના મગજમાં કઇંક અલગ જ વિચાર ચાલતા હતા. એ જ દિવસે કામ પતાવીને જ્યારે શિબલી ઘરે જઇ રહ્યો હતો ત્યારે કેટલાંક લોકોએ બ્લેક કારમાં આવીને શિબલીને જબરદસ્તી કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા.

જ્યારે શિબલી ઘરે ન પહોંચ્યો તો પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન અપહરણકારનો ફોન આવ્યો અને શિબલીની માતા નાહિદા પાસે 15 લાખ બાંગ્લાદેશી ટકાની માંગ કરવામાં આવી હતી. પરંતુ પરિવારે આટલી મોટી રકમ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે અપહરણકારો 2 લાખ રૂપિયા લેવા તૈયાર થઇ ગયા હતા. શિબલીના પરિવારજનોએ આમ તેમથી 2 લાખ ભેગા કરીને કિડનેપર્સને આપી દીધા હતા.

 અપહરણકારોએ કીધેલી રકમ પહોંચાડી દીધી હોવા છતા જ્યારે શિબલી ઘરે ન આવ્યો ત્યારે પરિવારજનોએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે કેસ નોંધીને અપહરણકારોની ધરપકડ કરી લીધી હતી.

એ પછી આરોપીઓએ જે કહ્યું તે રૂંવાડા ઉભા કરી દે તેવું છે. આરોપીઓએ કહ્યુ કે તેમણે શિબલીની હત્યા કરી નાંખી હતી અને તેનું શરીરનું માંસ શેકીને ખાઇ ગયા હતા. શિબલીના જે હાડકાં હતા તે નજીકમાં છુપાવી દીધા હતા.પોલીસને શિબલીના હાડકાં મળી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp