દુનિયામાં પહેલી વખત માણસમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ ડુક્કરની કિડની, અમેરિકન ડૉક્ટરોએ..

PC: news.harvard.edu

અમેરિકન ડૉક્ટરોએ દુનિયામાં પહેલી વખત માણસમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને કમાલ કરી દીધું છે. આ કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવા અગાઉ અમેરિકન સર્જનોએ તેને આનુવંશિક રૂપે સંપાદિત કરી હતી. ત્યારબાદ ડુક્કરની કિડનીને 62 વર્ષીય દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી. સંયુક્ત રાજ્ય અમેરિકાના બોસ્ટનમાં સર્જાનોની એક મોટી ટીમે એક દર્દીમાં ડુક્કરની કિડનીનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થવાની જાહેરાત કરી છે. તેને મેડિકલ જગતમાં મોટી ક્રાંતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.

અમેરિકન ડૉક્ટરોએ દુનિયાની પહેલી આનુવંશિક રૂપે એન્જિનિયર કરેલી ડુક્કરની કિડની એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લાંબા સમયથી તેના પર ઊંડી શોધ કરી. ત્યારબાદ ડૉક્ટરોએ આ ટ્રાન્સ્પ્લાન્ટેશન કર્યું. અમેરિકન ડૉક્ટરોએ કહ્યું એક, આ દુનિયાની પહેલી આનુવંશિક રૂપે એન્જિનિયરિંગ કરેલી ડુક્કરની કિડની છે. એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ બોસ્ટનના ડૉક્ટરોએ મેસાચુસેટ્સ જનરલ હૉસ્પિટલમાં કિડનીના લાસ્ટ સ્ટેજના દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું. ડૉક્ટરોએ લગભગ 4 કલાક સુધી સર્જરી બાદ આ સફળ ટ્રાન્સ્પ્લાન્ટેશન કર્યું.

આ અગાઉ હૃદય અસ્થાયી રૂપે મસ્તિષ્ક મૃત દાતામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ દુર્ભાગ્યથી હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ થોડા મહિનાની અંદર 2 લોકોના મોત થઈ ગયા હતા. ત્યારબાદ ડૉક્ટરોએ તેના પર વિરામ લગાવી દીધો હતો, પરંતુ અમેરિકન ડૉક્ટરોની ટીમે હવે આ નવું કમાલ કરી દેખાડ્યું છે. આગળ હવે ડૉક્ટરો એ દર્દીની દેખરેખ રાખશે. પરંતુ આ પ્રયોગ સફળ રહ્યો તો તેનાથી લાખો કિડની દર્દીઓને ફાયદો થશે.

CNNના રિપોર્ટ મુજબ હૉસ્પિટલ દ્વારા આપવામાં આવેલા લેખિત નિવેદનમાં સેલેમેને કહ્યું કે, તે 11 વર્ષથી હૉસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમાં એક દર્દી હતો. ઘણા વર્ષો સુધી ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશરથી પીડિત રહ્યા બાદ વર્ષ 2018માં તેમનામાં એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. 5 વર્ષ બાદ એ કિડનીમાં ખરાબીના લક્ષણ નજરે પડવા લાગ્યા. વર્ષ 2023માં તેનું ડાયાલિસિસ ફરી શરૂ કરી દેવામાં આવ્યું. જ્યારે ગયા વર્ષે તેમની કિડનીની સમસ્યા અંતિમ ચરણમાં પહોંચી ગઈ તો ડૉક્ટરોએ તેને ડુક્કરની કિડની લેવાનું સૂચન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp