માછલી પકડવા ગયો હતો માછીમાર, જાળમાં ફસાઈ ગયા iPhone અને મેકબુક, જુઓ વીડિયો

PC: worldofbuzz.com

જિંદગીમાં કોને ખબર ક્યારે, ક્યાં શું થઈ જાય. ઘણી ઘટનાઓમાં આ વાત સાચી સાબિત થતી પણ પ્રતીત થાય છે. ઇન્ડોનેશિયન એક માછીમાર સાથે કંઈક એવું જ થયું જેનું નસીબ રાતો રાત પલટાઇ ગયું. જ્યાં તે સમુદ્રમાં માછલી પકડવા માટે ગયો હતો અને ત્યાં તેના હાથમાં કરોડો રૂપિયાનો ખજાનો લાગી ગયો. આ સમાચાર સામે આવ્યા બાદ લોકો માછીમારને નસીબનો ધણી બતાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇન્ડોનેશિયાના બાંગ્કા બેલિતુંગ બીચ પર એક માછીમાર માછલી પકડવા ગયો હતો.

તેણે સમુદ્રમાં પોતાની જાળ ફેકી અને માછલીઓ ફસાવાની રાહ જોતો રહ્યો. તેના થોડા સમય બાદ જ્યારે તેણે જાળ ખેચી તો તેની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ. તેની જાળમાં માછલીની જગ્યાએ કેટલાક બોક્સ ફસાઈ ગયા હતા. ત્યારબાદ માછીમારે ડરતા ડરતા આ ડબ્બાને ખોલ્યા. માછીમારે જ્યારે ડબ્બા ખોલ્યા તો તેમાં નીકળેલી વસ્તુ જોઈને તે હેરાન રહી ગયો. આ ડબ્બામાં એપ્પલના અલગ અલગ પ્રોડક્ટ્સ રાખવામાં આવ્યા હતા. તેમાં iPhone, આઇપેડ અને મેકબુક હતા.

તેની કિંમત કરોડોમાં હોવાની કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ માછીમારે આ ઘટનાનો વીડિયો ટિકટોક પર શેર કર્યો. માછીમારે ફોટો શેર કરતા લખ્યું આવી રીતે પલટે છે નસીબ. આ ઘટના બાબતે જેણે પણ જાણ્યું હેરાન રહી ગયું. માછીમારે વીડિયોમાં જણાવ્યું કે બોક્સમાં રાખેલી પ્રોડક્ટ્સ પાણીના કારણે ખરાબ થઈ નથી. તેણે જણાવ્યું કે ડબ્બાની પેકિંગ એટલી સારી રીતે કરવામાં આવી હતી કે સામાનને કોઈ નુકસાન થયું નથી. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે સાથે તેને ખૂબ શેર પણ કરવામાં આવી રહ્યો છે.

વીડિયો જોયા બાદ  કેટલાક લોકોએ બોક્સમાં રાખેલી પ્રોડક્ટના પાણીના કારણે ખરાબ થવાની વાત કહી પરંતુ તે સાચું નથી. માછીમારે જણાવ્યું કે બોક્સની અંદર પાણી ગયું નહોતું. પેકિંગ એટલી સારી કરવામાં આવી હતી કે કોઈ પણ સામાન ખરાબ થયો નથી. જોકે ટિકટોક ભારતમાં બેન હોવાના કારણે તેને લોકો જોઈ શકતા નથી. વીડિયોમાં માછીમારના હાથમાં એપ્પલના ઘણા પ્રોડક્ટ્સ દેખાઈ રહ્યા છે. સાથે જ તેમાં પાણી ટપકતું પણ દેખાઈ રહ્યું છે. જોકે ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે પબ્લિસિટી માટે આ શખ્સે પહેલા પોતે ડબ્બાઓને ફેક્યા ત્યારબાદ તેને મળવાનું નાટક કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp