દુનિયામાં સૌથી મોટી ઉંમર સુધી જીવનારી મહિલા ખાતી હતી આ વસ્તુઓ, તમે પણ જાણી લો

PC: aajtak.in

દુનિયાની સૌથી વધુ વૃદ્ધ મહિલા કેન તનાકા હવે આ દુનિયામાં નથી રહી, કેન જાપાનની રેહવાસી હતી. મળતી માહિતી અનુસાર કેન તનાકાની ઉંમર 119 વર્ષ હતી. એક ઈન્ટરવ્યુમાં કેન તાનાકાએ પોતાની લાંબી ઉંમરના ઘણા સિક્રેટ જણાવ્યા હતા. દુનિયાની સૌથી બુજુર્ગ મહિલા કેન તનાકાને પસંદ હતી આ વસ્તુઓ,આ હતું લાંબી ઉંમરનું સિક્રેટ.

દુનિયાની સૌથી બુજુર્ગ મહિલા જાપાનની કેન તનાકા હવે દુનિયામાં નથી રહી, અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં કેન 119 વર્ષની થઇ હતી. રીપોર્ટ મુજબ  કેન તનાકાનો જન્મ 2 જાન્યુઆરી, 1903મા થયો હતો. 2019મા ગિનીઝ બુકમાં પણ તેનું નામ જોડવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તનાકા દુનિયાની સૌથી વધારે ઉંમર ધરાવતી મહિલા છે.  

તેના નિધન પછી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી પણ ટ્વીટ કરાયું હતું. ટ્વીટમાં કેહવામાં આવ્યું હતું કે આ જણાવતા દુ:ખ થઇ રહ્યું છે કે કેન હવે નથી રહી. તેમનું 119 વર્ષની ઉંમરે નિધન થયું છે.

આ છે તનાકાની લાંબી ઉંમરનું સિક્રેટ

એવામાં સવાલ થાય છે કે, 119 વર્ષની ઉંમર સુધી જીવન જીવનાર કેન તનાકા આખરે એવું શું ખાતી હતી ? કે તે આટલા લાંબા સમયગાળા સુધી જીવિત રહી શકી. તો ચાલો તમને જણાવી દઈએ કે આટલા લાંબા સમયગાળા સુધી જીવિત રહેવાનું સિક્રેટ. કેને વર્ષ 2020મા આપેલા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે લાંબી ઉંમર સુધી જીવવાનું સિક્રેટ એ છે કે - તમારું જે પણ મન કરે એ કામ કરો, કેને જણાવ્યું હતું કે તેને જે ખાવાનું મન થતું તે એ ખાતી હતી, અને જે કામ કરવાનું મન થતું તે એ કામ કરતી હતી, ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાના દરેક દિવસોને એન્જોય કરતી હતી.

ઈન્ટરવ્યુમાં તેણે પોતાની કેટલીક મનપસંદ ખાવાની વસ્તુઓ વિશે પણ જણાવતા કહ્યું હતું કે, ફિઝી ડ્રીન્કસ (ખાસ કરીને કોકાકોલા), કોફી અને ચોકલેટ તેની ફેવરીટ વસ્તુઓ હતી, પરંતુ તેના સિવાય પણ તેને ખાવામાં બધુ જ પસંદ હતું. તેના સિવાય તેને બોર્ડ ગેમ્સ અને મેથ્સ પઝલ્સ પણ રમવાનું પસંદ હતું.

કેન તનાકાને (જેનો જન્મ 1903મા થયો હતો) 2019મા દુનિયાની સૌથી વધુ ઉંમરવાળી જીવિત મહિલાના રૂપમાં સન્માન આપવામાં આવ્યું હતું. તે સમયે તે 116 વર્ષની હતી. આ સેરેમનીમાં તેને એક બોક્ષમાં ચોકલેટ અને કેક ગીફ્ટ કરવામાં આવી હતી, સેરેમનીના અંતમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તે કેટલી ચોકલેટ ખાવા માંગે છે ? તો કેને જવાબ આપ્યો હતો કે 100. તે ઉપરાંત ક્રીમવાળી કેક અને સ્ટોબેરી પણ તે ઘણા આનંદથી ખાઈ રહી હતી.

આ વર્ષની શરૂઆતમાં કોકાકોલાએ કેનનો 119મો જન્મદિવસ મનાવ્યો હતો. તેના જન્મદિવસની ખુશીમાં કોકાકોલાએ તેના નામ અને ઉંમરવાળી પર્સનલાઈઝ બોટલ ગીફ્ટ કરી હતી.

અહીં તમને જણાવી દઈએ કે જાપાનને દુનિયામાં સૌથી લાંબા જીવનકાળ વાળા દેશમાંથી એક માનવામાં આવે છે. જાપાનનું ઓકીનાવા આના માટે પુરા વિશ્વમાં પ્રસિદ્ધ છે કેમકે અહિયાં રહેવાવાળા લોકો ઘણું લાંબુ જીવન જીવે છે. ઓકીનાવાને 5બ્લુ ઝોનમાંથી એક માનવમાં આવે છે. બ્લુ ઝોનમાં દુનિયાની 5 એવી જગ્યાઓ વિશે જણાવેલ છે કે ત્યાં લોકો સૌથી વધારે ઉંમર અને હેલ્થી જીવન જીવે છે. બ્લુ ઝોનમાં આ દેશ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp