વિદેશની સરકારે 2 સંતાનોની કસ્ટડી છીનવી લીધી, ભારતીય માતાએ જીવન ટુંકાવ્યુ

PC: news18.com

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં સેટલ થયેલા એક ભારતીય દંપતિના 2 બાળકોની કસ્ટડી ત્યાંની સરકારે છીનવી લેતા વ્યથિત થયેલી માતાએ ભારતમાં આવીને જીવન ટુંકાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે મૂળ કર્ણાટકના ધારવાડમાં રહેતી પ્રિયદર્શીની પાટીલ તેના પતિ સાથે વર્ષોથી ઓસ્ટ્રેલિયાના સીડનીમાં સેટલ થઇ હતી. પતિ-પત્ની બંને આઇટી એન્જિનિયર હતા. પ્રિયદર્શીનીએ ઓસ્ટ્રેલિયમાં જ એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયામા જન્મ થયો હોવાથી બંને સંતાનો ત્યાંના સિટીઝન હતા.

આમ તો ઓસ્ટ્રેલિયામાં બધું સારું હતું, પરંતુ વાત એમ બની હતી કે પ્રિયદર્શીનના 17 વર્ષના પુત્રને કોઇ બિમારી થઇ હતી અને ઓસ્ટ્રેલિયામાં સારવાર ચાલી રહી હતી.

પુત્રની તબિયત સુધરવાને બદલે દિવસેને દિવસે કથળતી જતી હતી. આ જોઇને પ્રિયદર્શીનેએ ડોકટર સામે કેસ દાખલ કરી દીધો હતો.

ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય મહિલા પ્રિયદર્શીની સામે જ આકરા પગલાં લીધા અને બાળકોની યોગ્ય સંભાળ નથી રાખી રહ્યા એમ કરીને તેના બંને સંતાનોની કસ્ટડી છીનવી લીધી હતી.

હવે જે બાળકોને આટલા વર્ષોથી વ્હાલથી ઉછેર્યા હોય અને સરકાર માતાથી સંતાનોને જુદા કરી દે તો કોઇ પણ માતાની હાલત બગડી જાય. પ્રિયદર્શીની પણ બાળકોની કસ્ટડી છીનવાઇ જવાથી વ્યથિત થઇ ગઇ હતી. બાળકોની કસ્ટડી મેળવવા માટે પ્રિયદર્શીની અને તેના પતિએ ઘણા પ્રયાસો કર્યા, પરંતુ સફળતા ન મળી.

આખરે 18 ઓગસ્ટે પ્રિયદર્શીની એકલી ભારત આવવા નિકળી હતી. સિડનીથી બેંગલુરુ ફલાઇટમાં આવેલી પ્રિયદર્શનીએ બેંગલુરુથી ધારવાડ જવા માટે બસની ટિકીટ બુક કરાવી હતી, પરંતુ તે આ બસમાં બેઠી જ નહોતી. પ્રિયદર્શીનીએ તેને બદલે હુબલીની બસ પકડી હતી અને એક કુરિયર ઓફિસે જઇને પોતાની પાસેની જે રોકડ રકમ અને દાગીના પોતાના માતા-પિતાના સરનામે મોકલી આપ્યા હતા. આની સાથે પ્રિયદર્શનીએ એક લેટર પણ મોકલ્યો હતો.

પ્રિયદર્શીની ઘરે પહોંચી નહીં એટલે માતા-પિતાએ તેણીના ગુમ થયાની પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરી તો પોલીસને પ્રિયદર્શીનીની લાશ હુબલીના મુનાવ્લીની એક નદીમાંથી મળી હતી.

પ્રિયદર્શીનીએ લેટરમાં લખ્યુ હતું કે, બંને બાળકોની કસ્ટડી છીનવાઇ જવાને કારણે માનસિક રીતે ભાંગી પડી છે. પતિને પ્રિયદર્શનીના આપઘાતના સમાચાર મળતા તે ભારત આવ્યો હતો અને તે પછી તેણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp