જયશંકરની પ્રેસ કોન્ફરન્સ ટેલિકાસ્ટ કર્યા બાદ કેનેડાએ ઓસ્ટ્રેલિયન ચેનલને બેન કરી

PC: facebook.com/drsjaishankar

વિદેશમંત્રી એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સને ટેલિકાસ્ટ કર્યાના થોડા કલાકો બાદ જ કેનેડિયન સરકારે ઓસ્ટ્રેલિયા ટૂડે આઉટલેટ બેન કરી દીધું છે. આ દરમિયાન જયશંકરે ભારત-કેનેડા કૂટનીતિક ગતિરોધ પર ટિપ્પણી કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ ઓસ્ટ્રેલિયા ટૂડેએ પોતાની યુટ્યુબ ચેનલ પર ટેલિકાસ્ટ કરી હતી. તો આ મામલે ભારતે સખત પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તે કેનેડા દ્વારા પ્રતિબંધ લગાવવાના પગલાંથી હેરાન છે અને એ વાત પર ભાર આપ્યો કે એ અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના પાખંડને ઉજાગર કરે છે.

ઓસ્ટ્રેલિયા ટૂડેએ કેનબરા (ઓસ્ટ્રેલિયા)માં જયશંકર અને ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રી પેની વૉંગની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પ્રસારિત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે દિલ્હીમાં મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે અમને ખબર પડી કે આ આઉટલેટના સોશિયલ મીડિયા હેન્ડલ (પેજ)ને બ્લોક કરી દીધું છે અને કેનેડામાં હવે તે દર્શકો માટે ઉપલબ્ધ નથી. આ હેન્ડલે એસ. જયશંકર અને પેની વૉંગની પ્રેસ કોન્ફરન્સ પ્રસારિત કરી હતી. તેના એક કલાક કે થોડા કલાકો બાદ જ પ્રતિબંધ લગાવી દીધો છે, તેનાથી અમે હેરાન છીએ. તે અમને અજીબ લાગી રહ્યું છે. છતા હું એમ જ કહીશ કે આવી કાર્યવાહી અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના પાખંડને ફરી ઉજાગર કરે છે.

રણધીર જાયસ્વાલે કહ્યું કે, તમે જોયું હશે કે વિદેશ મંત્રી જયશંકરે સિડનીમાં પોતાના મીડિયા કાર્યક્રમમાં 3 વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પહેલી વાત એ કે કેનેડાએ આરોપ લગાવ્યા અને કોઈ પણ વિશેષ પુરાવા વિના એક પેટર્ન ડેવલપ કરી. બીજી વાત જેના પર તેમણે પ્રકાશ પાડ્યો કે કેનેડામાં ભારતીય રાજદૂતોની દેખરેખ કરવામાં આવી રહી હતી, જેને તેમણે અસ્વીકાર્ય બતાવ્યું. જાયસ્વાલે કહ્યું કે, વિદેશમંત્રીએ ત્રીજી વાત પર પ્રકાશ પાડ્યો કે કેનેડામાં ભારત વિરોધી તત્વોને રાજનીતિક જગ્યા આપવામાં આવી હતી એટલે તમે નિષ્કર્ષ કાઢી શકો છો કે ઓસ્ટ્રેલિયા ટૂડે ચેનલને કેનેડાએ કેમ બ્લોક કરી.

આ ઘટના કેનેડાના બ્રેમ્પટનમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા એક હિન્દુ મંદિર પર હુમલો કર્યાના થોડા દિવસો બાદ થઈ, જેને જયશંકરે ખૂબ ચિંતાજનક બતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, ભારતીય રાજદૂતોને ભયભીત કરવા માટે કાયરતાપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા. આ અગાઉ ભારતે ચરમપંથીઓ અને અલગાવવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાની નિંદા કરી અને કેનેડાને એ સુનિશ્ચિત કરવાનું આહ્વાન કર્યું કે બધા પૂજા સ્થળોની પૂરતી સુરક્ષા કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp