ફ્રાંસે ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો, ગલવાન ઘાટીના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

PC: financialexpress.com

ભારત-ચીન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવગ્રસ્ત સંબંધના માહોલ વચ્ચે ફ્રાંસે ભારતની મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. ગલવાની ઘાટીમાં ચીનના સૈન્ય સાથે થયેલા સંઘર્ષમાં શહીદ થયેલા ભારતીય જવાનો શ્રદ્ધાંજલિ આપતા ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પર્લેએ આપણા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોમવારે રક્ષા મંત્રીને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે, તેઓ બંને વચ્ચે યથાવત રહેલી વાતચીત પૂરી કરવા ઈચ્છે છે.

પર્લેએ ઉમેર્યું હતું કે, ભારત-ફ્રાંસ બંને રાષ્ટ્ર ખૂબ સારા મિત્રો છે. રાજનાથસિંહના નિમંત્રણ પર હું એમને મળવા માટે તૈયાર છું અને બાકી રહેલી એ વાતચીતને પૂર્ણ કરવા ઈચ્છું છું. પર્લેએ પોતાના પત્રમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવાજનો પ્રત્યે સંવેદનના વ્યક્ત કરી હતી. આ જવાનો શહીદ થતા એમના પરિવારજનો તથા દેશને એક મોટો ફટકો પડ્યો છે. આ મુશ્કેલીના સમયમાં હું મિત્ર રાષ્ટ્ર ભારત પ્રત્યે ફ્રાંસ સૈન્ય તરફથી મિત્રતા પ્રકટ કરૂ છું. હું આપને આગ્રહ કરૂ છું કે, આપ મારી શ્રદ્ધાંજલિ સમગ્ર ભારતીય સેના અને શહીદના પરિવારજનોને આપશો. ભારત ફ્રાંસ સાથે 36 રાફેલ વિમાનની ખરીદીનો સોદો કરી ચૂક્યો છે.

તા. 27 જૂલાઈના રોજ અંબાલા એરબેઝ પર ભારતને 6 રાફેલ વિમાન મળી રહેશે. આ પહેલા ચાર યુદ્ધ વિમાન જ આવવાના હતા. પણ હવે ફૂલ્લી લોડેડ 6 રાફેલ વિમાન ભારત આવશે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેતા તણાવગ્રસ્ત સંબંધને લઈને આ નિર્ણયને ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. બીજી તરફ ભારત-ચીન વચ્ચે તણાવગ્રસ્ત સંબંધને ઓછો કરવા માટે ત્રીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકનું લદ્દાખના ચુશુલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા આ પ્રકારની બેઠક માટે ચીને ભારતને પોતાના વિસ્તારમાં આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ જનરલ હરિંદરસિંહ કરી રહ્યા છે. જ્યારે ચીન તરફથી કમાંડર લિયુ લીન કરી રહ્યા છે. ફ્રાંસ ભારતનો મિત્ર દેશ રહ્યો છે. ભારત-ચીન બોર્ડર પર ભારત ચીન સામે કોઈ નમતુ જોખવા તૈયાર નથી. બીજી તરફ ચીનને દુખે છે પેટ અને કુટે છે માથું એવી સ્થિતિ છેલ્લા ઘર્ષણ પરથી જોવા મળી છે. ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પણ પોતાનો સૈન્ય કાફલો લદ્દાખ ક્ષેત્રમાં વધારી દીધો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp