24 વર્ષીય ભારતવંશીએ ભેગા કર્યા 2.80 લાખ ડોલર, અમેરિકામાં લડશે ચૂંટણી

PC: gnttv.com

ભારતીય મૂળના અશ્વિની રામાસ્વામી અમેરિકામાં સ્ટેટ સીનેટની ચૂંટણી લડવા જઇ રહ્યો છે. અશ્વિની અત્યારે માત્ર 24 વર્ષનો છે અને આ વર્ષે જોર્જિયાથી સ્ટેટ સીનેટની ચૂંટણી લડશે. સ્ટેટ સીનેટની ચૂંટણી લડનાર અશ્વિની Gen-Zથી પહેલો ભારતીય અમેરિકન છે. Gen-Z તેને કહેવામાં આવે છે જેનો જન્મ 1997 થી 2012 વચ્ચે થયો હોય. માત્ર એટલું જ નહીં, અશ્વિની રામાસ્વામી ચૂંટણી લડવા માટે અત્યાર સુધી લગભગ અઢી કરોડ રૂપિયાની રકમ ભેગી કરી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, અશ્વિની અત્યાર સુધી ચૂંટણી પ્રચાર માટે 2.80 લાખ ડોલર ભેગા કરી ચૂક્યો છે.

તેણે આ રકમ 1 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ વચ્ચે ભેગી કરી છે. તો તેના પ્રતિદ્વંદ્વી શોન સ્ટીલને તેનાથી ખૂબ ઓછું ફંડ મળ્યું છે. રામાસ્વામીના કેમ્પેન ફાઇનાન્સ મુજબ તેણે અત્યાર સુધી 2.80 લાખ ડોલરથી વધુનું ફંડ એકત્ર કર્યું છે. તેમાંથી તેની પાસે 2.08 લાખ ડોલર રોકડ છે. ભારતીય ચલણમાં આ રકમ લગભગ અઢી કરોડ થાય છે. સ્ટેટ સીનેટની ચૂંટણી લડવા માટે એટલું ફંડ પૂરતું માનવામાં આવે છે. અશ્વિની રામાસ્વામી ડેમોક્રેટથી જોર્જિયાના ડિસ્ટ્રિક્ટ-48 સ્ટેટ સીનેટની ચૂંટણી લડશે.

અત્યારે અહીથી રિપબ્લિકન પાર્ટીના શોન સ્ટીલ સાંસદ છે. શોન સ્ટીલ જાન્યુઆરી 2020માં કેપિટલ હિલમાં થયેલી હિંસાનો આરોપ પણ છે. આ કેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સ્ટીલને ટ્રમ્પના ખાસ માનવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ-48માં જોન્સ ક્રિક, સુવાની, અલ્ફારેટા, કમિંગ, શુગર હિલ અને બફોર્ડ આવે છે.

કેમ લડવા માગે છે ચૂંટણી?

અશ્વિની રામાસ્વામી IT કંપનીમાં જોબ કરતો હતો, પરંતુ ભારતીય અમેરિકન સમુદાયની સેવા માટે તેણે જોબ છોડીને રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો. તેણે જણાવ્યું હતું કે, હું પોતાના સમુદાયનો આભાર માનવા અને તેમની સેવા માટે સ્ટેટ સીનેટની ચૂંટણી લડી રહ્યો છું. હું ઈચ્છું છું કે, અમારી પાસે એક નવો અવાજ હોય, યુવા હોય, જે રાજનીતિમાં કોઈ પૃષ્ઠભૂમિ વિના આવે છે કેમ કે એ જરૂરી છે કે આપણી પાસે એવા લોકો હોય જે અમારું પ્રતિનિધિત્વ કરે, ન કે માત્ર એવા લોકો જે તેને કરવામાં સક્ષમ હોય. પબ્લિક સેફ્ટી પણ સૌથી મોટી પ્રાથમિકતા છે.

આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણા લોકો સુરક્ષિત રહે. આપણે હકીકતમાં સ્કૂલમાં ગોળીબારી જેવી ઘટનાઓને રોકવા માંગીએ છીએ, જો અશ્વિની સ્ટેટ સીનેટની ચૂંટણી જીતી જાય છે તો તે સીનેટર બનનાર પહેલો Gen Z હશે. સાથે સાથે કમ્પ્યુટર સાયન્સ અને કાયદો, બંનેની ડિગ્રી રાખનાર એકમાત્ર સીનેટર હશે. એટલું જ નહીં, તે જોર્જિયાનો પહેલો ભારતીય અમેરિકન સીનેટર પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp