આ દેશ ગાંજાને લીગલ કરવાની તૈયારીમાં, સરકારે ગણાવ્યા ફાયદા

જર્મનીમાં સરકાર ગાંજાને લીગલ કરવાની તૈયારીમાં છે. સરકારે તેના ઘણાં ફાયદા ગણાવ્યા છે. પણ જજની એક પેનલનું કહેવું છે કે, આની સકારાત્મક નહીં પણ નકારાત્મક અસર થશે. ગાંજાને જર્મનીમાં લીગલ કરવાની તૈયારી તેના અંતિમ ચરણે છે. ગાંજાના સામાન્ય વપરાશ પર કાયદાકીય મોહર લગાવવા માટે કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવનારાઓને ત્યાંના સ્વાસ્થ્ય મંત્રીએ ફાયદા ગણાવી દીધા. તેમનું કહેવું છે કે આ કાયદાનો અર્થ એ જરા પણ નથી કે ગાંજો હાનિકારક છે. આ કાયદાનો હેતુ બાળકો અને યુવાઓની સુરક્ષા કરવાનો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, જર્મનીની સરકારનું કહેવું છે કે આ કાયદાને બદલાવ આવશે. સરકારના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને અમુક સિલેક્ટેડ જગ્યાઓથી રોજનો 25 કે 50 ગ્રામ ગાંજો લેવાની પરવાનગી રહેશે. 18 થી 21 વર્ષની ઉંમરના લોકો માટે ગાંજો લેવાની મંથલી લિમિટ 30 ગ્રામ રહેશે.
યુવાઓને દર મહિને એક નક્કી કરેલી માત્રામાં ગાંજો લેવાની પરવાનગી રહેશે. પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્લબોમાં ગાંજાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે.
જર્મની સરકારના આ પ્રસ્તાવ અનુસાર, ગાંજાથી જોડાયેલા ત્રણ ખાસ પ્રકારના છોડોને ઘરે ઉગાડી શકાશે. જેને ગુનાની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. નવા પ્રસ્તાવ હેઠળ પાંચ વર્ષ પછી જર્મનીના સિલેક્ટેડ શહેરોમાં દુકાનોને ગાંજો વેચવાનું લાયસન્સ પણ આપવામાં આવશે. ફાર્મસીના સ્થાને વયસ્ક તેનો ઉગાડી શકશે અને ઉપયોગ પણ કરી શકશે. દેશના વયસ્ક ગેર-લાભકારી કેનબિસ સોશિયલ ક્લબનો ભાગ બની શકશે. આ રીતે એક વ્યક્તિ માત્ર એક જ કલ્બનો સભ્ય બની શકશે.
આ ફાયદા ગણાવાયા
જર્મન મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે પોતાના આ પગલાના ઘણાં ફાયદા ગણાવ્યા છે. સરકારનો દાવો છે કે આનાથી ગાંજાનું બ્લેકમાર્કેટ ઓછું કરી શકાશે. તેના ગેર-કાયદેસરના ડિલર્સ પર સકંજો રાખી શકાશે. નવા પ્રસ્તાવનો હેતુ છે કે લોકો ગાંજાથી જોડાયેલ ખરાબ વસ્તુઓનો ઉપયોગ ન કરે.
સ્વાસ્થ્ય મંત્રી લોટરબાખનું કહેવું છે કે અમે કોઈપણ પ્રકારની સમસ્યા વધારી રહ્યા નથી. જે સમસ્યા છે, તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરી રહ્યા છે.
જર્મન ન્યાયાધીશોની એક પેનલનું કહેવું છે કે, આ પ્રસ્તાવની ખોટી અસર થઇ શકે છે. બ્લેક માર્કેટમાં ગાંજાની માગ વધી શકે છે. ગુનાઓ વધી શકે છે અને ન્યાય પ્રણાલી પર તેનો બોજો વધી શકે છે. સરકારનું કહેવું છે કે આની ખરાબ અસર ન થાય તેના માટે ચેનલ બનાવવામાં આવશે. સપ્લાઇને કન્ટ્રોલ કરવામાં આવશે. તેનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન પણ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp