વિશાળકાય ગરોળીએ મચાવ્યો સુપર માર્કેટમાં હાહાકાર, વાયરલ થયો વીડિયો

PC: twitter.com/zenjournalist

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય તેની ખબર જ નથી હોતી, રોજ અવનવા વીડિયો જોવા મળતા હોય છે તેમાંથી જ કેટલાક વીડિયો વાયરલ થઇ જાય છે. ક્યારેક કોઇ એવા વીડિયો વાયરલ થઈ જાય છે, જેને જોઈને દરેક હેરાન રહી જાય છે. ક્યારેલ કોઈક પ્રાણીનો વીડિયો વાયરલ થાય છે, તો ક્યારેક કોઈ માણસનો. તેમાં કેટલાક મનોરંજન કરનારા વીડિયો હોય છે તો કેટલાકને જોઈને હેરાની પણ થાય છે. એવો જ એક વીડિયો હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ વીડિયો થાઈલેન્ડનો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો  છે, જેમાં એક સુપર માર્કેટમાં એક મોટી ગરોળી ભરાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ વીડિયો જર્નાલિસ્ટ એન્ડ્રુ માર્શલે પોસ્ટ કર્યો છે. આ ઘટના થાઈલેન્ડની રાજધાની બેંગ્કોકની છે.

આ વીડિયોને જોઈને તમને હેરાની પણ થશે અને મજા પણ આવશે. થાઈલેન્ડની એક સુપર માર્કેટમાં આ વિશાળકાય ગરોળીને જોઈને અફરાતફરી મચી જવા પામી હતી. ત્યાં ઉપસ્થિત ઘણા લોકો ગભરાઈ ગયા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગરોળી ઉપર ચડવા લાગે છે અને સામાન નીચે પાડવા લાગે છે. પછી ઉપર ચઢીને આરામથી બેસી જાય છે જેને જોઈને લોકો ડરી જાય છે. આ વીડિયોમાં લોકોનો અવાજ સંભળાઈ રહ્યો છે કે બધુ જ બરબાદ થઈ ગયું. સુપર માર્કેટના લોકોનું કહેવું છે કે ગરોળી દુકાનમાં કઈ રીતે આવી તેની ખબર જ ન પડી.

કેટલાક લોકોએ જણાવ્યું હતું કે બહારની ગરમીથી તંગ આવીને આ ગરોળી અંદર આવી ગઈ, પરંતુ ત્યારબાદ કોઈક રીતે તેને બહાર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો સતત કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘આ ખૂબ ખરાબ સપના જેવું છે. કેટલાક લોકોનું કહેવું છે કે થાઈલેન્ડમાં મોટાભાગે આવી ગરોળી જોવા મળે છે. તો તમને આ વીડિયો કે લાગ્યો કમેન્ટ જરૂર કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp