આ સુંદર હસીનાને જોઈએ છે મોટા પેટવાળો પતિ, પણ માનવી પડશે આ શરત

PC: tv9hindi.com

એક છોકરીના સોશિયલ મીડિયા પર લાખો દીવાના છે, પરંતુ તેને કોઈ ડેશિંગ લુકવાળો પુરુષ નહીં, પરંતુ રીંછની જેમ પેટવાળો પતિ જોઈએ છે. વાંચીને તમે ચોંકી ગયા હશો, પરંતુ હકીકત એ જ છે. હા એ અલગ વાત છે કે લગ્નને લઈને આ સોશિયલ મીડિયા એન્ફ્લુએન્સરે જે શરત રાખી છે તેને પૂરી કરવી દરેકના વશની વાત નથી. આવો જાણીએ કે આખરે એ શરત શું છે, જેના દ્વારા આ સુંદર હસીના પેટવાળો હમસફર પસંદ કરવા તૈયાર છે.

કઝાકિસ્તાનના અલ્માટીની રહેવાસી મદીના મામદાલીવાને પુરુષોના ફિગરમાં કોઈ રસ નથી. તેને એક એવો પતિ જોઈએ છે જે તેની લેવિશ લાઇફસ્ટાઇલને અફોર્ડ કરી શકે. તેના માટે ડિઝાઇનર કપડાં, ફેન્સી વેકેશન્સ અને મોંઘા ભોજનો પર પૈસા ખર્ચ કરી શકે. 24 વર્ષીય મદીના પોતાનો હમસફર દર મહિને 40 હજાર પાઉન્ડ એટલે કે, 41,42,993.50 રૂપિયા કમાવાની આશા રાખે છે. તેનું કહેવું છે કે, પતિ ભલે પેટવાળો હોય, પરંતુ તે કેરિંગ પણ હોવો જોઈએ.

તેણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તે કોઈ ગેરકાયદેસર રીતે કમાતા વ્યક્તિ સાથે રહેવા નહીં માગે, તેને બસ શાંતિની ઊંઘ અને લેવશ લાઈફસ્ટાઈલ જોઈએ છે. તેની એક એવી પણ શરત છે કે, તેનો પાર્ટનર ઇન્સ્ટાગ્રામ પર ન હોય, એટલે કે તેનો પતિની જાણકારી જ્યાં સુધી તે ઈચ્છે સિક્રેટ જ રહે. દુનિયામાં તેના સિવાય કોઈને જાણકારી ન હોય છતા જો તેનું મન કરે તો તે પોતાના આ પાર્ટનર બાબતે બધાને બતાવી દેશે. તેને પોતે ઇન્સ્ટાગ્રામ પર છે અને તેને 20 લાખ લોકો ફોલો કરે છે, પરંતુ તેનો પતિ આ પ્લેટફોર્મથી દૂર રહેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp