બોયફ્રેન્ડને જલસા કરવા મોંઘા પડ્યા, ગર્લફ્રેન્ડે કરી અનોખી સજા

PC: nypost.com

કોઈ પણ રિલેશનશીપમાં ભરોસાની પોતાની અલગ પ્રાસંગિકતા છે. સંબંધ જ્યારે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો હોય તો ત્યાં વિશ્વાસ જ એ કડી છે જે બે લોકોને મજબૂતીથી પરસ્પર જોડે છે. હવે સવાલ એ છે કે ત્યારે શું જ્યારે એક સીરિયસ રિલેશનશીપમાં સામેલ પ્રેમી કે પ્રેમિકા બેવફાઇ કરી નાખે? જવાબ આપણને બ્રુકલીનના ન્યૂયોર્ક અપાર્ટમેન્ટથી મળ્યો છે, જ્યાં પોતાના પાર્ટનરની બેવફાઇથી એક મહિલા એટલી નારાજ થઈ કે તેણે તેના બધા કપડાં, પોતાની બાલકનીથી ઘરની નીચે રોડ પર ફેંકી દીધા.

ઘટનાની વીડિયો ફૂટેજ પણ સામે આવી છે, જેમાં એ નજરે પડી રહ્યું છે કે જે સમયે મહિલા એમ કરી રહી હતી, તેના ઘર નીચે લોકોની ભીડ ભેગી થઈ હતી, જે વીડિયો બનાવી રહી હતી. આ આખી ઘટના એ 34 વર્ષીય મહિલાના રીએક્શન સાથે જોડાયેલી છે, જે પોતાના બેવફા પ્રેમીને કોઈ અન્ય મહિલા સાથે બેડ પર જોવા માટે ઘરે આવી હતી. મહિલાએ પોતના પ્રેમી સાથે ત્યારે કોઈ પ્રકારની વાત ન કરી. તે ગઈ અને તેણે એક એક કરીને એ સામાન ઘરની નીચે ફેંકી દીધો, જે તેના બોયફ્રેન્ડ સાથે જોડાયેલો હતો

મહિલાને એમ કરતી જોઈને ત્યાં ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યચકિત રહી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ ઘટના થઈ ત્યાં પોલીસ પણ ઉપસ્થિત હતી, જે સતત સાયરન વગાડી રહી હતી. મહિલા એટલી ગુસ્સામાં હતી કે તેણે પોલીસની પણ ચિંતા ન કરી અને ચીસો પાડતા પોતાના પ્રેમીનો બધો સામાન નીચે રોડ પર ફેંકી દીધો. ગુસ્સામાં લાલચોળ થયેલી મહિલા જ્યારે સામાન ફેંકતા થાકી ગઈ, ત્યારબાદ તેણે એક એક કરીને પોતાના કપડાં ઉતારવાની શરૂઆત કરી દીધા. પોલીસે મહિલાની આ હરકતને ખૂબ ગંભીરતાથી લીધી અને તેને તાત્કાલિક હૉસ્પિટલ મોકલાવી.

આ ઘટનામાં રસપ્રદ એ રહ્યું કે જ્યારે આ બધુ થઈ ગયું અને મહિલા હૉસ્પિટલ જતી રહી. તેનો પ્રેમી અપાર્ટમેન્ટ નીચે આવ્યો અને પોતાનો સામાન એકત્ર કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે, કપલ છેલ્લા 5 વર્ષોથી આ જ બિલ્ડિંગમાં રહેતું હતું. કપલના આસપાસના લોકો મામલો જોઈને એટલે ચકિત હતા કેમ કે કોઈએ પણ ક્યારેય તેમને પરસ્પર બહેસ કરતા જોયા નહોતા. હાલમાં મેલ ઓનલાઇન મુજબ આ ઘટના કોલમ્બસ પ્લેસમાં એક એવી બિલ્ડિંગમાં થઈ, જ્યાં ભાડૂતો પાસેથી દર મહિને મોટું ભાડું વસૂલવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp