લગ્ન પહેલા ગર્લફ્રેન્ડને આપ્યું એવું સરપ્રાઈઝ ગિફ્ટ બોલાવવી પડી ફાયર બ્રિગેડ

PC: zeenews.india.com

ઈન્ટરનેટ પર એકથી વધુ એક ઈન્ટરેસ્ટિંગ અને હેરાન કરતી ઘટનાઓ વાઈરલ થતી રહે છે, આવી જ એક આશ્ચર્યચકિત કરતી ઘટના સામે આવી છે, જ્યાં બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને એવું ગીફ્ટ આપ્યું કે, છોકરીની હાલત ખરાબ થઇ ગઈ. પૂરો મામલો જાણીને તમને પણ જોરનો ઝટકો લાગશે, આ ઘટના સાથે જોડાયેલા કપલના લગ્ન ઓક્ટોબરમાં થવાના છે, છોકરાએ પોતાની પાર્ટનર બનનાર છોકરીને કંઈક સરપ્રાઈઝ આપવાનો પ્લાન બનાવ્યો હતો, પણ તેને આ વાતનો અંદાજો ન હતો કે, તેનું સરપ્રાઈઝ દુલ્હન માટે આટલું ભારે પડશે.

બોયફ્રેન્ડે સરપ્રાઈઝ આપવા તેની પાર્ટનર માટે વીટી બનાવી હતી, પણ વીટી આંગળીની સાઈઝથી થોડી નાની થઇ ગઈ અને આ જ કારણ તેની પાર્ટનર માટે સમસ્યા બની ગઈ, બોયફ્રેન્ડે આ વીટી પહેરાવીને છોકરીને પ્રપોઝ કરી દીધું.

છોકરીએ વીટી પહેરીને પ્રપોઝલને સ્વીકારી તો લીધું, પણ વીટી પહેરવી તેના માટે એક મુસીબતને નિમંત્રણ આપવા જેવું હતું, આ વીટી છોકરીના હાથમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી, લાખ પ્રયત્નો કર્યા છતાં આને કોઈ પણ કાઢી ન શક્યું, વીટીની કિંમત અંદાજે 2 લાખની આજુ-બાજુ કહેવામાં આવી રહી છે.

‘ધ મિરર’માં છપાયેલા એક રિપોર્ટ મુજબ, આ ઘટના બ્રિટનની છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, છોકરીની આંગળીમાંથી વીટી કાઢવા માટે ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી, છોકરાની સ્ટાઈલ ભલે જ ખૂબ જ રોમાન્ટિક હતી પણ એક ભૂલે છોકરી માટે મુસીબત નિર્માણ કરી દીધી.

વીટીને આંગળીમાંથી કાઢવા માટે સાબુનથી લઈને બરફ સુધી બધી રીતના ટ્રિક્સને ટ્રાય કર્યું, પણ કોઈ પણ ટ્રિકથી સફળતા મળી ન હતી, અંતે છોકરીની આંગળીને કાપવામાં આવી, છોકરીની આંગળી સુઝાવાના કારણે પર્પલ થઇ ગઈ હતી.

આવી જ એક ઘટના વિલિસ ઓરોમે અને પેરિએસા સાથે થઇ હતી, સાઉથ ઇસ્ટ લંડનમાં રહેતા કપલે 2019માં જ લગ્ન કર્યા હતા. તેમને લગ્નના પહેલાની વાત જણાવતા કહ્યું કે, વિલિસ ઓરોમે પેરીએસાને 2 લાખ રૂપિયાની વીટી સાથે પ્રપોઝ કર્યું હતું, પેરિએસાએ હા કહેતા જ ઓરોમે વીટી પહેરાવી દીધી હતી, પેરિએસાએ વીટી પહેરી તો લીધી, પણ તેને બીજા દિવસે અનુભવ થયો કે, આંગળીમાં બ્લડ સર્કુંલેશન નથી થઇ રહ્યું, વીટી એટલી ટાઈટ હતી કે, તેને દુખાવો થવા લાગ્યા, ત્યાર બાદ બંનેએ સમજદારીથી નિર્ણય લઈને વીટીને કપાવી નાખી હતી.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp