સાચો પ્રેમ મેળવવાની ટિપ્સ આપે છે પરંતુ પોતે 21 દિવસોમાં 15 પુરૂષોને ડેટ કર્યા
એક તલાકશુદા મહિલા હેલેન ચિક (Helen Chik)એ આશ્ચર્યચકિત કરનાર વાત શેર કરી છે. તેને જણાવ્યું કે, કેવી રીતે હેલેને 21 દિવસોમાં 15 પુરૂષોને ડેટ કર્યું છે. તેને આ ડેટિંગ ન્યૂયોર્કમાં કરી છે. ખાસ વાત એ છે કે, તે એક લેખક પણ છે, પોતાના પુસ્તકોમાં તે આ જ અનુભવોને શેર કરે છે.
‘ડેલી સ્ટાર’ મુજબ, હેલેન ચિકે ડેટિંગ પર એક પુસ્તક લખેલું છે, જેમાં તેને Tinder પર સાચો પ્રેમ મેળવવાના ટિપ્સ આપ્યા છે. હેલેનના પુસ્તકનું નામ Sex, Swipe and Other Stories છે. જેમાં તેને ઓનલાઇન પ્રેમ મેળવવા માટે કરેલા પોતાના સ્ટ્રગલને શેર કર્યું છે.
હેલેન માને છે કે, તેને એવા લોકોનો સપોર્ટ મળ્યો છે, જે મોડર્ન સમયમાં રોમાંસના શોધમાં છે. તેને એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુ દરમિયાન ડેટિંગને લઈને અનેક વાતો શેર કરી છે. હેલેને જણાવ્યું કે, કેવી રીતે ન્યૂયોર્ક ટ્રીપ દરમિયાન માત્ર 21 દિવસોમાં 15 પુરૂષોને ડેટ કર્યું છે.
લેખક હેલેને બે વાર તલાક લીધો છે. પોતાના તલાકશુદા હોવા પર તે કહે છે કે, આ વાત પર લોકો અલગ-અલગ રીએક્શન્સ આપે છે, અનેક લોકો તલાકને લઈને ખૂબ જ ટ્રેડિશનલ વિચાર રાખે છે, તેમજ બીજી બાજુ ખુલા વિચારોના લોકો પણ હોય છે, જે તલાકને સામાન્ય વાત ગણે છે.
હેલેને 21 દિવસોમાં 15 પુરૂષોને ડેટ કરવાનો અનુભવ શેર કરતા કહ્યું કે, સમય એક એવી વસ્તુ છે, જે ક્યારેય પણ પાછી આવી શકતી નથી, આ જ કારણે હું સમયને લઈને ખૂબ જ પાબંદ છું, જ્યારે તમે એક નવા શહેરમાં જાઓ છો, ત્યારે તમારી લોકેશન બદલે છે, તેવા સમયે તમે એવા લોકોને ડેટ પર મળો છે, જેમને તમે ફિજિકલી નથી ઓળખતા. ત્યારે તમને અનેક નવા અનુભવો થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp