ભૂકંપમાં ગુમાવ્યા પરિવારના 25 લોકો, લાશો જોઈ તૂટી ગયો વ્યક્તિ
એક સીરિયન શરણાર્થીએ તુર્કિયે અને સીરિયામાં આવેલા 7.8 તીવ્રતાના વિનાશકારી ભૂકંપમાં પોતાના પરિવારના 25 સભ્યોને ગુમાવી દીધા. આ શરણાર્થીનું નામ અહમદ ઈદરીસ છે. તેનો આખો પરિવાર યુદ્ધગ્રસ્ત સીરિયાથી ભાગીને આશ્રય શોધવા માટે તુર્કિયેની સરહદ પર બનેલા શેલ્ટર હોમ આવ્યો હતો. એક વિસ્થાપિત સીરિયન એહમદ ઈદરીસે મીડિયાને જણાવ્યું કે, 2012મા તેનો આખો પરિવાર સરાયકિબમાં શરણ લેવા પહોંચ્યો હતો. વર્ષ 2020માં સીરિયન સેનાએ સરાયકિબને ફરીથી પોતાના કબ્જામાં લઈ લીધુ હતું. અમે પોતાના માટે સુરક્ષિત શેલ્ટની શોધમાં અહીં આવ્યા હતા પરંતુ, જુઓ અહીં નસીબે અમારી સાથે શું કરી દીધુ?
ઈદરીસ મુર્દાઘર પહોંચ્યો તો જાણવા મળ્યું કે, ચારેબાજુએ શવોના ઢગલાં હતા. આ ઢગલાંની વચ્ચે તે એક-એક કરીને પોતાના પરિવારજનોની ઓળખ કરતો અને તેમના શવોની પાસે બેસીને નસીબને દોષ આપતો. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, પોતાના મૃત પૌત્રને જોઈ ઈદરીસે આકાશમાં જોઈ કહ્યું- તે મારું દિલ દુઃખાવ્યું છે, તે જે પણ કર્યું છે તેની સાથે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવુ કંઈક થઈ શકે છે. મેં મારી દીકરી ગુમાવી દીધી, તેના બે દીકરા. મારી દીકરીના સાસરિયાઓ, તેની સાસુ અને તેમના દીકરાઓ- જેમાંથી એકના બાળકો હતા, એક મોટો પરિવાર અને ઘણા દીકરા પણ... બધુ જ બદબાદ.
તેમણે કહ્યું, અમે 2012થી યુદ્ધની વિભીષિકા ઝેલી રહ્યા છીએ. સીરિયા છોડીને આશ્રય લેવા માટે સરાયકિબ આવ્યા પરંતુ, અન્યાયને જુઓ જે મારો પીછો કરી રહ્યો છે, અહીં પણ અમારી સાથે ખરાબ થયું. ગત 6 ફેબ્રુઆરીએ આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપથી તુર્કિયે અને સીરિયામાં અત્યારસુધી 15000 કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. આ એક દાયકા કરતા વધુ સમયમાં સૌથી ઘાતક ભૂકંપની ઘટના છે. વર્ષ 2015માં નેપાળમાં તબાહી મચાવનારા 7.8ની તીવ્રતાના ભૂકંપથી મરનારાઓની સંખ્યા અહીં વધુ છે. નેપાળની ત્રાસદીમાં 8800 કરતા વધુ લોકોના મોત થયા હતા.
તુર્કિયે અને સીરિયામાં બચાવ દળ ભૂકંપને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ઘરોના કાટમાળમાં ફસાયેલા લોકોની શોધ ચાલુ રાખી છે. તમામ અડચણો છતા 7.8ની તીવ્રતાના ભૂકંપના 72 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ સુરક્ષા દળ કાટમાળમાંથી લોકોને કાઢી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, બંને દેશોમાં ઘણા અન્ય મૃતકોના મળવાની સંભાવના છે. WHOના જણાવ્યા અનુસાર, મૃત્યુની સંખ્યા કાલ સુધીમાં 20000 સુધી પહોંચી શકે છે. દરમિયાન ભારતીય સેના અને NDRF ની ટીમોએ તુર્કિયેમાં મોરચો સંભાળી લીધો છે. ભારતીય સેનાએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવી છે, જ્યાં ઈજાગ્રસ્તોની સતત સારવાર ચાલી રહી છે. તેમજ, NDRFની ટીમ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં કાટમાળની વચ્ચે ફસાયેલા લોકોની શોધ કરી રહી છે.
યુદ્ધગ્રસ્ત સીરિયાના ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં સરકારના નિયંત્રણથી બહાર રહેનારી ડઝનો ઈમારતોના કાટમાળ નીચે જીવિત બચેલા લોકોને બહાર કાઢવા માટે વ્હાઈટ હેલ્મેટ્સ મહેનત કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક પ્રમુખ અધિકારીએ ઉત્તર પશ્ચિમમાં વિદ્રોહીઓના કબ્જાવાળા ક્ષેત્રોમાં સહાય પહોંચાડવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, રાહત સ્ટોક ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. સંયુક્ત રાષ્ટ્રના રેસિડેન્ટ સીરિયા સમન્વયક એલ-મુસ્તફા બેનલામલિહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- રાજકારણને એક તરફ મુકી દો અને અમને પોતાનું માનવીય કાર્ય કરવા દો. આ ભૂકંપ તુર્કિયેમાં 1939 બાદથી સૌથી વિનાશકારી સાબિત થયો છે. વર્ષ 1939માં પૂર્વી એરજિનકન પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 33000 લોકોના મોત થયા હતા. તેમજ 1999માં 7.4ની તીવ્રતાના ભૂકંપે 17000 કરતા વધુ લોકોનો જીવ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp