વરરાજાએ દુલ્હન સાથે કર્યો દગો, પણ પરિવારજનોએ ચપ્પુથી કરાવી દીધા લગ્ન

PC: mirror.co.uk

લગ્નની ઈચ્છા ધરાવીને દુલ્હન સાથે તેનો થનાર પતિએ છેતરપિંડી કરી. તેના થોડા દિવસ અગાઉ જ લગ્ન કરવાની ના પાડી દીધી ત્યારબાદ પરિવારજનોએ છોકરીના લગ્ન કટાર (એક પ્રકારનો ચપ્પુ)થી કરાવ્યા. આ આખી ઘટના બાલીની છે. આ લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ 22 વર્ષીય છોકરીનું નામ પુટુ મેલિના છે. તે બાલીની રહેવાસી છે. તેના લગ્નની તારીખ પરિવારજનોએ 12 જાન્યુઆરી નક્કી કરી હતી પરંતુ તેના થનારા પતિએ 2 દિવસ અગાઉ એટલે કે 10 જાન્યુઆરીના રોજ લગ્ન કરવાની ના પાડી દીધી.

હેરાનીની વાત એ પણ છે કે એ છોકરા પ્રત્યે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો તો તેણે એક અજીબોગરીબ તર્ક આપતા કહ્યું હતું કે તે એટલે તેનાથી (છોકરી) દૂર ભાગી રહ્યો છે કેમ કે તેની સાથે રહી શકે. ત્યારબાદ મેલિનાના પરિવારજનોના સાંકેતિક લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. તેના લગ્ન હિન્દુ ધાર્મિક પ્રથા મુજબ બાલીમાં પરંપરાગત રીતે ચપ્પુથી લગ્ન કરાવવામાં આવ્યા. ઇન્ડોનેશિયાની વેબસાઇટ કોકોનટ મુજબ પરિવાર નહોતો ઈચ્છતો હતો કે જો બાળકનો જન્મ થાય તેને દુનિયા નાજાયજ કહે. એવામાં તેમણે એ લગ્ન કરાવવાનો નિર્ણય લીધો.

સાંકેતિક લગ્ન થઈ ગયા છે પરંતુ ત્યારબાદ પણ મેલિનાના દસ્તાવેજમાં તેની ઓળખ સિંગલ મધર તરીકે જ થશે, એવું જિયાનયાર રિજેન્સી જનસંખ્યા અને નાગરિક રજીસ્ટ્રીમાં ઉપસ્થિત કાયદાના કારણે થશે. આ લગ્નનો વીડિયો ટિકટોક પર વાયરલ છે તો લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ પોતાની ઇજ્જત બચાવવા માટે ઘરના લોકોએ દુલ્હનના લગ્ન ધાર્મિક કટાર (એક પ્રકારનો ચપ્પુ)થી કરાવી દીધા. બાલીની રહેવાસી પુતુ મેલિના નામની છોકરીના લગ્ન બે દિવસ બાદ હતા. મેલિનાના લગ્ન પરિવારજનોની સહમતીથી તેના પ્રેમી સાથે થવાના હતા.

બંને ઘણા સમયથી એકબીજાને જાણતા હતા જ્યારે બંને લગ્ન નક્કી થઈ ગયા તો પ્રેમીએ છોકરીને મનાવીને શારીરિક સંબંધ બનાવી લીધા. બીજી તરફ છોકરીએ એમ વિચાર્યું કે હવે તો તેના લગ્ન થવાના છે અને તેણે પણ શારીરિક સંબંધ બનાવવા માટે સહમતી આપી દીધી. આ જ ભૂલ છોકરી પર ભારે પડી કેમ કે ત્યારબાદ છોકરી ગર્ભવતી થઈ ગઈ. મેલિનાના ગર્ભમાં તેના થનાર પતિના બાળકનો ઉછેર થઈ રહ્યો હતો અને બે દિવસ બાદ લગ્ન થવાના હતા પરંતુ વરરાજાએ લગ્નના બે દિવસ પહેલા જ તેનો સાથ છોડી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp