અમેરિકામાં ગેરકાયદે વસતા ગુજરાતીઓ પર આવશે મોટું સંકટ
અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને દેશવટો આપવાની તૈયારી ચાલી રહી છે. આ લિસ્ટમાં ભારતનું પણ નામ છે.
અમેરિકા દુનિયાભરના લોકો માટે એક ડ્રીમ કન્ટ્રી છે. ગુજરાતીઓને પણ અમેરિકામાં રહેવું, કમાવવાનું સપનું હોય છે. પરંતુ બધાને અમેરિકામાં મંજૂરી મળતી નથી એટલે ઘણા બધા લોકો ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરે છે.
અમેરિકાએ ગેરકાયદે વસતા વિદેશી લોકોને હાંકી કાઢવાની જે યોજના બનાવી છે તેની ગુજરાતીઓ પર અસર પડશે. તેમણે બિસ્તરાં પોટલાં પેક કરીને ભારત પાછા આવી જવું પડશે.
એક રિપોર્ટ મુજબ અમેરિકામાં 17940 ગુજરાતીઓ ગેરકાયદેસર વસવાટ કરે છે.
યુ.એસ ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ દ્રારા ડેટા તૈયાર કરાયા છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે, છેલ્લાં 3 વર્ષમાં અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા 90000 ભારતીયોની ધરપકડ થયેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp