ઓટો સેક્ટરમાં ક્રાંતિ લાવી શકે છે આ WheelBot, એવું ટાયર જે...

PC: indiatoday.com

ક્યારેક એવું લાગે છે કે, આપણી કલ્પનાઓ ક્યારેક તો હકીકતમાં પરિવર્તિત થઇ શકે છે. કે પછી ભવિષ્યમાં આવું સંભવ થઇ શકે છે. ટ્રાફિકમાં ફસાયા હોઇ અને જો એવું ટાયર હોય કે જે ચારેય બાજુ ફરી શકે તો નાની ગલીઓ કે સાંકળા રસ્તાઓમાં કારને આગળ પાછળ કરવાના સ્થાને સમાનંતર ડ્રાઈવ કરી શકાય.

એક કોરિયન કંપની મોબિલિટીની દુનિયામાં ભવિષ્ય બદલવાની દિશામાં કામ કરી રહી છે. કોરિયન ટાયર નિર્માતા કંપની હેનકૂક એક એવું ટાયર ડેવલપ કરી રહી છે જે એક બોલ જેવું રહેશે અને જો તેને કોઇ વાહનમાં લગાવવામાં આવે તો આ વાહન 360 ડિગ્રી મૂવમેન્ટ કરી શકે છે. એટલે કે, જણણી-ડાબી કે આગળ-પાછળ કોઇપણ દિશામાં વાહન ચાલી શકશે.

કોરિયન કંપનીનું આ ટાયર વ્હીલબોટ, 360 ડિગ્રી ચાલનારું ટાયર છે. આ પૈંડુ કોઇપણ દિશામાં સરળતાથી ચાલી શકે છે અને આ ઓટો સેક્ટરમાં ક્રાંતિ લાવી શકે છે. જે ડ્રાઈવરો માટે પેરેલલ પાર્કિંગ એક પડકાર છે, તેઓ પોતાની કાર રોકીને સીમિત જગ્યામાં પણ કારને સરળતાથી પાર્ક કરી શકશે. આવું કરવા માટે ન તો સ્ટીયરિંગ વ્હીલમાં માથુ મારવાની જરૂર છે અને ચારેય બાજુ જોવાની.

આ ટાયર કંપનીનું કહેવું છે કે, તેણે વ્હીલબોટને ફ્યૂચર ઓફ મોબિલિટીને એક નવી ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે ડેવલપ કર્યું છે. જે શરૂઆતી સ્ટેજમાં છે અને આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. વ્હીલબોટ રોબોટિક્સનો ઉપયોગ કરે છે. હાલમાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

કંપનીનું કહેવું છે કે, આ સુવિધાની સાથે વ્હીલબોટ ન માત્ર રસ્તા પર બલ્કે કોઇ બિલ્ડિંગની અંદર કે કાચા રસ્તાઓ પર પણ સરળતાથી ચાલી શકે છે. કંપની ભવિષ્યની કારોના ટાયર બદલવાના વિચાર પર કામ કરી રહી છે. આ કંપનીએ હાલમાં જ સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં ડિઝાઈન ઈનોવેશન ડે પર વ્હીલબોટને દુનિયા સામે રજૂ કર્યું હતું. સેમી ઓટોનોમસ ડ્રાઈવિંગ અને રિમોટ કન્ટ્રોલ સિસ્ટમ આ વ્હીલબોટને વધારે સારું બનાવે છે.

જોકે, હજુ આ વિશે કોઇ જાણકારી મળી નથી કે આખરે આ વ્હીલબોટ એક વાસ્તવિક ટાયરનું રૂપ ક્યાં સુધીમાં લેશે. આ દિશામાં હ્યુડૈ મોબિઝ પણ કામ કરી રહ્યું છે. હ્યુંડૈં મોબીઝે આ ટેક્નોલોજીને ઈ-કોર્નર સિસ્ટમ નામ આપ્યું છે. જેમાં કારના પૈંડા પોતાની જગ્યા પર 180 ડિગ્રી સુધી ફરી શકે છે અને ચાલક કારને સરળતાથી બે કારોની વચ્ચે પણ પાર્ક કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp