દુબઇમાં મૂશળધાર વરસાદ,પૂરના પાણી ફરી વળ્યા, શું છે કારણ

PC: timesnownews.com

સંયુક્ત આરબ અમીરાત (UAE) અને આજુબાજુના રણ પ્રદેશોમાં મંગળવારે ભારે વરસાદને કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. દુનિયાના સૌથી સ્માર્ટ સિટિમાં સામેલ દુબઇમાં ચારે તરફ પૂરના પાણી ફરી વળ્યા છે. એને લીધે હાલત એવી થઇ છે કે દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરી દેવું પડ્યું છે. બધી ફલાઇટો રદ કરી દેવામાં આવી છે.

હાઇવે પર અનેક લોકો કારમાં ફસાયા છે, મેટ્રો સ્ટેશન, મોલ બધે પૂરના પાણી ફરી વળ્યા છે.સોમવારે રાતથી વરસાદ પડવાનો શરૂ થયો હતો , જે અવિરત ચાલુ રહ્યો છે. દોઢ વર્ષમાં જેટલો વરસાદ પડે એટલો માત્ર બે દિવસમાં પડી ગયો છે જેને કારણે દુબઇ જળબંબાકાર થઇ ગયું છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 75 વર્ષમા પહેલીવાર આટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વરસાદ પડવાના કારણ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે UAE સરકારે પાણીની તંગી દુર કરવા જે કૃત્રિમ વરસાદના અખતરા કર્યા તેમા કોઇ ગરબડ ઉભી થવાને કારણે વરસાદ પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp