માસૂમ બાળકોને મોડર્ન બનાવવા ખતરનાક પ્રયોગ, પરિવારથી વિખૂટા..

PC: bbc.com

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પર આરોપ લાગી રહ્યો છે કે તેઓ યુક્રેનિયન બાળકોને ગેરકાયદેસર રૂપે પોતાને ત્યાં લઈ જઈ રહ્યા છે. આ બાબતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આરોપોના ઘેરામાં છે. આમ 2 દેશો વચ્ચેનું યુદ્ધ કે કબજા વચ્ચે એવા સમાચાર આવવા નવી વાત નથી. બાળકો સોફ્ટ ટારગેટ હોય છે, તેમને કબજામાં કરવાના કે ઉશ્કેરવું સરળ હોય છે. કંઈક એવું જ વિચારતા ડેનમાર્કે પણ 50ના દશકમાં એક પ્રયોગ કર્યો હતો. તેણે રી-એજ્યુકેશન કરીને મોડર્ન બનાવવાના નામ પર બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી દીધા હતા.

ત્યારે ગ્રીનલેન્ડ ડેનમાર્કને આધિન રહેતું હતું. ત્યાં ટ્રાઈબ હતા એનુએટ, જેની વસ્તી સૌથી વહારે હતી. ખૂબ જ બરફીલા વિસ્તારોમાં રહેનારી આ જનજાતિ દુનિયા સાથે ખાસ મતલબ રાખતી નહોતી. તે બરફ-લાકડીના બનેલા અડધા અંડરગ્રાઉન્ડ ઘરોમાં રહેતા અને કાચું માંસ, માછલીઓ અને રેન્ડિયરના સિંગ વેચીને પેટ ભરતા હતા. શિકાર પકડવા માટે તેઓ સિલની ચમડીથી બનેલી નાવો પર અહીંથી ત્યાં જતા હતા. 18મી સદીથી લઈને વર્ષ 1979 અગાઉ સુધી ડેનમાર્કનો ગ્રીનલેન્ડ પર કબજો રહ્યો.

આ દરમિયાન આ નોર્ડિક દેશે જોયું કે ગ્રીનલેન્ડના મૂળ રહેવાસી ખૂબ પછાત છે. આ એ જ એનુએટ હતા, જે શિકાર કરીને જીવન વ્યતીત કરતા હતા. વર્ષ 1951માં ડેનિશ સરકારે આ જનજાતિને આધુનિક બનાવવાનું મન બનાવી લીધું. તેણે નક્કી કર્યું કે આધુનિકતા ત્યારે જ આવશે જ્યારે ગ્રીનલેન્ડિક બાળકો આધુનુક બની શકે. તેના માટે પૂરી રૂપેરેખા તૈયાર થઈ અને એક્સપરિમેન્ટનું નામ મળ્યું લિટલ ડેન્સ. એ હેઠળ 22 એનુએટ બાળકોને તેમના પરિવારો પાસેથી બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા.

નક્કી થયું કે ડેનિશ પરિવાર આ બાળકોનું પાલન-પોષણ કરશે અને પછી એડલ્ટ થવા પર તેમને પોતાના દેશ પાછા મોકલી આપવામાં આવશે. પ્રયોગને ડિઝાઇન કરતા કેટલીક શરતો બનાવવામાં આવી. જેમ કે બાળકો અનાથ હોય ત્યારે તેમને બીજા દેશ મોકલવામાં આવે. બીજું તેમની ઉંમર 4-6 વર્ષ સુધી જ હોય જેથી તેઓ નવા માતા-પિતા અને કલ્ચરને અપનાવી શકે. જો કે થયું કંઈક અલગ જ. 13 છોકરા અને 9 છોકરીઓના ગ્રુપમાં લગભગ બધાનો પરિવાર જીવિત હતા. તેમને બળજબરીપૂર્વક પરિવારોથી અલગ કરીને કોપેનહેગન મોકલવામાં આવ્યા.

ત્યાં ગયા બાદ પણ એમ ન થયું કે નેવી ફેમિલીને ખુલ્લા દિલથી અપનાવે, પરંતુ એ નાના-નાના બાળકોને આઇસોલેશનમાં રાખી દેવામાં આવ્યા. તાત્કાલિક ડેનિશ પ્રશાસનને ડર હતો કે પછાત બાળકો સંક્રામક બીમારીના વાયરસ ફેલાવી શકે છે. લગભગ 2 મહિના બાદ ફોસ્ટર ફેમિલીઝને સોંપવામાં આવ્યા. અહી તેમને ભાષા ભુલાવીને ડેનિશ લેંગ્વેજ શીખવી પડી. ખાન-પાન અને રહેણી-કરણીની રીત પણ એકદમ અલગ થઈ ગઈ. લગભગ એક વર્ષ બાદ 6 બાળકોને ડેનિશ પરિવારોએ દત્તક લઈ લીધા.

કુલ 16 બાળકોને કોઈએ દત્તક ન લીધા અને તેમને ગ્રીનલેન્ડ મોકલી આપવામાં આવ્યા, પરંતુ પોતાના માતા-પિતા પાસે નહીં, પરંતુ અનાથાલયોમાં. ડેનિશ સરકારનું માનવું હતું કે જો માતા-પિતા પાસે જશે તો તેઓ ફરીથી પછાત થઈ જશે. તેમાંથી અડધાથી વધારે બાળકો 12 વર્ષના થવા પહેલા નબળાઈ અને કોઈ અન્ય અજાણી બીમારીથી મૃત્યુ પામ્યા. જે બાકી રહ્યા તેઓ નશાને આદિ તઇ ગયા અને લગભગ બધાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp