શું બિઝનેસ છે! 46000 લઈને લગ્ન તોડાવે છે આ શખ્સ, બ્રેકઅપમાં પણ એક્સપર્ટ

PC: coveteur.com

હાલમાં જ રણવીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ આવી હતી ‘તું ઝૂઠી મેં મક્કાર’. આ ફિલ્મમાં રણવીર કપૂર બ્રેકઅપ સર્વિસ ચલાવે છે. ફિલ્મની કહાની મુજબ, તે એવા લોકોને પેકેજ આપે છે, જેમને સંબંધ ખતમ કરવામાં મદદની જરૂરિયાત હોય છે. આ સાઇડ બિઝનેસથી તે સારા એવા પૈસા પણ કમાઈ લે છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે આ કામ કોઈ માટે પ્રોફેશન હોય શકે છે. ફિલ્મની રોલની વિરુદ્ધ અમે તમને એક એવા વ્યક્તિ બાબતે બતાવીશું જે હકીકતમાં બ્રેકઅપ સર્વિસ ચલાવે છે. તેનાથી સારા એવા પૈસા કમાય છે.

ઓડિટી સેન્ટ્રલ વેબસાઇટ મુજબ, એ વ્યક્તિનું નામ અર્નેસ્ટો છે, જે સ્પેનનો રહેવાસી છે. જે કોઈએ પણ પોતાના લગ્ન તોડવવા હોય કે બ્રેકઅપ કરાવવું હોય તો તેની કંપનીને સંપર્ક કરે છે. એક પ્રોફેશનલની જેમ તે તેમના લગ્ન તોડાવી દે છે કે બ્રેકઅપ કરાવી દે છે. અર્નેસ્ટો એક ખૂબ જ પ્રોફેશનલ ઢંગે સંબંધ તોડવવાનું કામ કરે છે. તે ક્લાઇન્ટના એક્સ સાથે મળીને દાવો કરે છે કે એજ ક્લાયન્ટનો સાચો પ્રેમ છે કે પછી છેલ્લી ઘડીએ લગ્નના મંડપમાં પહોંચીને કહે છે કે તેનો અને ક્લાઇન્ટનો સંબંધ પહેલાથી જ છે.

આ બધુ કામ એટલી કુશળતાથી કરવામાં આવે છે કે કોઈને શંકા પણ જતી નથી કે આ બધુ પહેલાથી જ પ્લાન કરેલું છે, જેથી સંબંધ કોઈ પણ વિવાદ વિના સરળતાથી ખતમ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે અર્નેસ્ટો આ કામ માટે ક્લાઈન્ટ પાસે સારી એવી ફીસ લે છે અને પોતાની કામની ગેરંટી પણ આપે છે. તેનું કામ લગ્ન તોડવવા અને બ્રેકઅપ કરાવવાનું હોય છે. ક્લાઇન્ટે માત્ર પૈસા આપવાના હોય છે અને પછી તે નિશ્ચિંત થઈ શકે છે કે જે પણ વ્યક્તિ સાથે લગ્ન થવાના છે, તેના લગ્ન તૂટી જશે.

તે પોતાની અજીબોગરીબ નોકરીના કારણે દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યો છે. તેણે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના કામ બાબતે જણાવ્યું. ઓડિટી વેબસાઇટ મુજબ આ કામ માટે 550 અમેરિકન ડોલર એટલે એક 46,135 રૂપિયા બેઝ ફીસ લે છે. પોતાના કામ બાબતે તે બતાવે છે કે ક્લાઇન્ટે માત્ર જગ્યા, સમય અને તારીખ બતાવવાની હોય છે. પછી બધુ કામ મારા પર છોડી દેવાનું કે હું તેને કેવી રીતે અંજામ આપીશ. ઉલ્લેખનીય છે કે લગ્નની સીઝનમાં તેની પાસે એટલી રિક્વેસ્ટ આવે છે કે તેને ઓવર ટાઇમ પણ કરવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp