દુનિયાની 800 કરોડની વસ્તીમાં કેટલા છે યહુદીઓ? મુસ્લિમ અને ખ્રિસ્તીનો આંક પણ જાણો

PC: cnnindonesia.com

હમાસે ઇઝરાયલ પર હુમલો કરી દીધો છે. આ લોહિયાળ સંઘર્ષ વચ્ચે વિચારો પણ ધાર્મિક આધાર પર વહેંચાયેલા નજરે પડી રહ્યા છે. જો કે પેલેસ્ટાઇન એટલે કે ઈસ્લામિક દેશ અને યહૂદી વસ્તીવાળા ઇઝરાયલ વચ્ચે સંઘર્ષનો કિસ્સો ખૂબ જૂનો છે. જો સંખ્યાના હિસાબે જોઈએ તો ઇસ્લામને માનનારા લોકોની તુલનામાં યહૂદી ખૂબ ઓછા છે.

કેટલી છે વસ્તી?

સંયુક્ત રાષ્ટ્ર મુજબ, 15 નવેમ્બર 2022ના રોજ દુનિયાએ 800 કરોડની વસ્તીનો આંકડો પાર કરી લીધો હતો. 700 થી 800 કરોડ સુધી પહોંચવામાં દુનિયાને લગભગ 12 વર્ષનો સમય લાગ્યો. હવે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 900 કરોડની વસ્તી સુધી પહોંચવામાં લગભગ 15 વર્ષ લાગશે. વર્લ્ડોમીટરના આંકડા બતાવે છે કે દુનિયાની વસ્તી 806 કરોડ કરતા વધુ છે. આ લિસ્ટમાં પહેલા નંબરે ભારત છે. બીજા નંબર પર ચીન અને ત્રીજા નંબર પર અમેરિકા છે.

કોની કેટલી હિસ્સેદારી?

કહેવામાં આવે છે કે, દુનિયાના 85 ટકા લોકો ધર્મને પોતાની ઓળખ બનાવે છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂના આંકડા બતાવે છે કે આ મામલે સૌથી ઉપર ઈસાઈ ધર્મના ફોલોઅર્સ છે. તો બીજા નંબરે ઇસ્લામ માનનારા અને ત્રીજા નંબર પર હિન્દુ ધર્મના લોકો છે. રિપોર્ટ્સ મુજબ, આ લિસ્ટમાં યહૂદી 7માં નંબર પર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2020 માટે અનુમાનના હિસાબે દુનિયામાં ઈસાઈ ધર્મને માનનારા 2.38 બિલિયન એટલે કે 238 કરોડ છે, જ્યારે ઇસ્લામ ધર્મના ફોલોઅર્સ 191 કરોડ છે. હિન્દુ ધર્મને 116 કરોડ લોકો માને છે. બૌદ્ધ ધર્મને 50.7 કરોડ લોકો માને છે. અન્ય ધર્મોની સંખ્યા 6.1 કરોડ અને યહૂદી ધર્મને માનનારા 1.46 કરોડ લોકો છે.

Pew Research Centerના 2015ના રિપોર્ટ મુજબ, વર્ષ 2050 સુધી દુનિયામાં મુસ્લિમોની વસ્તી 280 કરોડ પહોંચી શકે છે. રિપોર્ટ મુજબ, કુલ વૈશ્વિક વસ્તીની તુલનામાં મુસ્લિમ વસ્તી બેગણી તેજીથી વધવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સદનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, મુસ્લિમ વસ્તી 17.22 કરોડ હતી, જે દેશની વસ્તીનો 14.2 ટકા હતી. ટેક્નિકલ ગ્રુપ ઓન પોપ્યુલેશન પ્રોજેક્શનના જુલાઇ 2020ના રિપોર્ટ મુજબ 2023માં દેશની વસ્તી 138.82 કરોડ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

ભારતમાં અન્ય ધર્મ

વર્ષ 2011ની વસ્તીગણતરીની જેમ અનુપાત 14.2 ટકા લાગૂ કરતા 2023માં મુસ્લિમ વસ્તી 19.75 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વર્ષ 2011માં થયેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ, ભારતમાં હિન્દુ વસ્તી 96.63 કરોડ હતી. જ્યારે મુસ્લિમોની સંખ્યા 17.22 કરોડ હતી. દેશમાં ઈસાઈ 2.78 કરોડ, સિખ 2.08 કરોડ, બૌદ્ધ 0.84 કરોડ, જૈન 0.45 કરોડ અને અન્ય 0.79 કરોડ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp