અમેરિકાના રાષ્ટ્રપતિને કેટલો પગાર અને સુવિધા મળે છે?

PC: indiatimes.com

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બની ગયા છે. તેમણે કમલા હેરીસને ભારે અંતરથી હરાવીને જીત મેળવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ હવે 20 જાન્યુઆરી 2025ના દિવસે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમને કેટલો પગાર અને સુવિધા મળે છે તેની જાણકારી આપીશું.

ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષે 3.35 કરોડ રૂપિયા પગાર મળશે. ભારતના રાષ્ટ્રપતિને વષે 60 લાખ રૂપિયા પગાર મળે છે. અમેરિકાના રાષ્ટ્રપતિને મરીન હેલિકોપ્ટર અને એરફોર્સ-1ની સુવિધા મળે છે. એરફોર્સ વનને ફલાઇંગ કૈસલ અથવા ફલાઇંગ વ્હાઇટ હાઉસ પણ કહેવામાં આવે છે. મતલબ કે ઉડતું વ્હાઇટ હાઉસ.

એર ફોર્સ 1માં રાષ્ટ્રપતિ જે સામાન્ય દિવસોમાં વ્હાઇટ હાઉસમાં બેસીને કામ કરતા હોય તે તમામ સુવિધા આ વિમાનમાં હોય છે. એરફોર્સ-1ની સાથે 2 બોઇંગ વિમાન અને એક જમ્બો વિમાન પણ ઉડતા હોય છે. કોઇ પણ પરમાણુ એટેક પણ આ વિમાનને નુકશાન પહોંચાડી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp