હું લાચાર છું..., સીમાના પહેલા પતિએ પાકિસ્તાન પરત ફરી આર્મી ચીફ સમક્ષ કરી આ માગ

PC: indiatimes.com

પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સીમાના પહેલા પતિ ગુલામ હવે સાઉદી અરેબિયાથી ઘરે પરત ફર્યા છે. તે કોઈપણ ભોગે તેની પત્ની અને ચાર બાળકોને પરત મેળવવા માંગે છે. તેણે પાકિસ્તાનના આર્મી ચીફ અને રખેવાળ સરકારને ભારતમાં રહેતા તેના પરિવારને પરત લાવવાની અપીલ કરી છે. સીમા હાલમાં તેના બીજા પતિ સચિન મીણા અને ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડાના રબુપુરામાં રહે છે. ભારતમાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો મામલો હજુ પણ UP પોલીસ પાસે છે.

હાલમાં પોતાના પ્રેમી માટે પાકિસ્તાન ગયેલી ભારતીય મહિલા અંજુનો કિસ્સો પણ ચર્ચામાં છે. તે તાજેતરમાં જ ભારત પરત ફરી છે. સીમા હૈદરનો પતિ 2019થી સાઉદીમાં કામ કરતો હતો. આ સમય દરમિયાન સીમા PUBG ગેમ દ્વારા ગ્રેટર નોઈડામાં રહેતા સચિન મીણાના સંપર્કમાં આવી હતી. આ વર્ષે મે મહિનામાં તે પોતાના પ્રેમને મળવા પાકિસ્તાન પહેલા UAE પહોંચી હતી. ત્યાંથી તે નેપાળ થઈને સચિન સાથે ભારત આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન અને સીમાના લગ્ન નેપાળમાં જ થયા હતા.

સીમાના પાકિસ્તાની પતિ ગુલામે એક વીડિયો દ્વારા જણાવ્યું કે, હું સાઉદીથી ઘરે પરત ફર્યા પછી મારા વકીલને મળ્યો હતો. અમે ઘણી વખત ભારત સરકારને અપીલ કરી છે. અમે તેમને મારી પત્ની અને બાળકો પરત કરવા કહ્યું છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. હું પાકિસ્તાનના આર્મી ચીફ, પાકિસ્તાનના ચીફ જસ્ટિસ અને વઝીર-એ-આઝમને અપીલ કરું છું કે, મારી પત્ની અને બાળકોને ઘરે પાછા લાવવામાં મને મદદ કરો. ભારત એક અલગ દેશ છે. હું ત્યાં જઈ શકવા સક્ષમ નથી. હું આ સમયે મજબુર અને લાચાર છું.

સીમા હૈદરે ઘણા પ્રસંગોએ કહ્યું છે કે, હવે તેને તેના પહેલા પતિ ગુલામ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે ગુલામથી છૂટાછેડા લઇ લીધા છે. તે હવે ભારતીય છે. જો તેને બળજબરીથી પાકિસ્તાન પરત મોકલવામાં આવશે, તો ત્યાં તેની હત્યા કરવામાં આવશે. ગુલામે અગાઉ પણ કહ્યું હતું કે તેને સીમા જોઈતી નથી. તે ફક્ત તેના બાળકોને પાછા મેળવવા માંગે છે. લેટેસ્ટ વિડિયોમાં તે પોતાની પત્ની અને બાળકોને પરત લાવવાની વિનંતી કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp