આ ફળ ખાઈને સળગી ગઇ શખ્સના ચહેરાની ચામડી, ક્યાંક તમે તો નથી ખાતા ને?

PC: news.com.au

જ્યારે પણ આપણે કોઈ નવી જગ્યાએ યાત્રા પર જઈએ છીએ તો એ જગ્યાને દરેક પ્રકારે એક્સપ્લોર કરી લેવા માગીએ છીએ. ત્યાંના ફેમસ ટૂરિસ્ટ સ્પોટ જોવાથી લઈને ફેમસ વ્યંજનોની ખાઈ લેવા માગીએ છીએ. પરંતુ ટૂરિસ્ટ સ્પોટ જોવી અલગ વાત છે અને વ્યંજનો ખાવાની બીજી. તે એટલે કેમ કે વ્યંજન આપણા પેટમાં જઈને શરીરને નુકસાન કરી શકે છે. ઘણી વખત આપણે એ વસ્તુઓને ખાવાની આદત હોતી નથી, એટલે આપણે જાણતા નથી કે બીજી જગ્યાએ મળતી ખાવાની વસ્તુઓની અસર આપણાં પર કેવી થશે.

બ્રિટનના યાત્રીએ પણ આ જ ભૂલ કરી દીધી. તે મેક્સિકોમાં ફરવા ગયો હતો, ત્યાં તેણે એક ફળ ખાધું,. બસ પછી શું હતું, તેનો ચહેરો એ હદ સુધી સળગી ગયો, જેમ આગથી સળગી ગયો હોય. ક્યાંક તમે તો આ ફળ નથી ખાતા ને? મીડિયા રિપોર્ટ મુજબ બેડફોરશાયરના રહેવાસી 28 વર્ષીય કન્સ્ટ્રક્શન વર્કર થોમસ હેરોલ્ડ વૉટસન 60 કરતા વધુ દેશોમાં ફરી ચૂક્યો છે. જ્યારે તે નવી જગ્યાઓ પર ફરવા જાય છે તો ત્યાંની ફેમસ ડીશો, રોડસાઇડ વ્યંજનોને પણ જરૂર ખાય છે, પરંતુ મેક્સિકોની તેની આ જ આદતે મુશ્કેલીઓ ઊભી કરી દીધી.

તે 1 મેના રોજ મેક્સિકોના Campeche શહેરમાં હતો. તે એક લોકલ માર્કેટમાં ફરી રહ્યો હતો, જ્યારે તેની નજર લારીવાળા પર ગઈ તો, તે કાજુનું ફળ વેંચી કહ્યો હતો. તેણે જ અંદરથી કાજુ કાઢ્યો અને પ્રોસેસ બાદ લોકો તેને ખાઈ શકે છે. થૉમસનું કહેવું હતું કે તેણે સાંભળ્યું હતું કે આ ફળ સરળતાથી ખાઈ શકાય છે. બસ તેણે વિચાર્યું કે તે એક વખત તેને અજમાવે. તેણે કહ્યું કે, તે એ વાતથી પરિચિત હતો કે ફળને ખાઈ શકાય છે, પરંતુ ક્યારેય તેણે ટ્રાઇ કર્યું નહોતું. જ્યારે તેણે પહેલી બાઇટ લીધી, તો તેણે દર્દ અનુભવાયો.

તેને લાગ્યું કે, તે તેને દાંતથી ચાવીને તોડી લેશે અને અંદરથી કાજુ કાઢીને ખાઈ લેશે. જેવું જ તેણે ફળને દાંતોથી દબાવ્યું, તેનો સેક ફાટી ગયો અને તેનો રસ તેના મોઢાની અંદર જતો રહ્યો. તેને તરત એવું લાગ્યું જેમ તેના મોઢાની આસપાસ અને અંદર કોઈએ સળગતો કોયલો નાખી દીધો હોય. જ્યારે આગામી દિવસે સવારે ઊંઘીને ઉઠ્યો તો તેનો ચહેરો સળગી ગયો હતો. તેને સમજ આવી ગઈ કે ફળમાં તેજ એસિડ હશે, જેનાથી તેનો ચહેરો સળગી ગયો. જ્યારે એસિડ તેના હોઠ પર પડ્યું તો તેણે લાગ્યું જેમ કે હોઠ કપાઇને અલગ થઈ ચૂક્યા છે. તેના હાથોનો રંગ પણ ઊડી ગયો હતો. રિપોર્ટ મુજબ, કાજુના ફળમાં કાર્ડલ અને એનાકાર્ડિક એસિડ હોય છે, જેનાથી ચામડી સળગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp