ઝેરી સાંપ અને કરોળિયાઓનો ડર છતા બાળકો સાથે કેમ જંગલમાં રહે છે આ મહિલા

PC: twitter.com

દરેક મોટા અને શાનદાર ઘરમાં રહેવા માગે છે, જ્યાં બધી સુખ સુવિધાઓ હોય, પરંતુ દરેક માટે પરિસ્થિતિ સમાન હોતી નથી. જેમની પાસે બધુ હોય છે, તેમના માટે પણ દરેક વસ્તુ સ્થાયી હોવાની કોઈ ગેરન્ટી હોતી નથી. આ પ્રકારે પરિસ્થિતિઓ સાથે લડતા બે બાળકોની એક માતાએ જ્યાં ઘર બનાવ્યું છે તે હેરાન કરી દેનારું છે. તે પોતાના બે નાના બાળકો સાથે કુરન્ડ્રાના રેલફોરેસ્ટ ટાઉન સ્થિત એક કેમ્પ ગ્રાઉન્ડના એક ટેન્ટમાં રહે છે.

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની રહેવાસી લૂસી ઓરાને મારામારી કરનારા પતિને છોડીને ભાગ્યા બાદ પોતાના બાળકો સાથે ટેન્ટમાં રહેવા મજબૂર થવું પડ્યું છે, પરંતુ કોઈએ વિચાર્યું પણ નહોતું કે લૂસી એક ટેન્ટને શાનદાર ઘર બનાવી દેશે. તેણે ટિકટોક વીડિયોના માધ્યમથી લોકોને પોતાનું ઘર દેખાડ્યું તો લોકો હેરાન રહી ગયા. તેણે જણાવ્યું કે આ ટેન્ટ તેના અને તેના બાળકો માટે આલીશાન ઘર છે કેમ કે અહી સૌથી વધુ અસુરક્ષિત રહેતા પણ સુરક્ષિત અનુભવે છે.

તેણે હસતા કહ્યું કે ઓછામાં ઓછો કોઈ મકાન માલિક કોઈ કારણે અમને ઘરથી બહાર તો નહીં કાઢી શકે. જો હવે મને ભાડા પર ઘર લેવું પડે તો હું નહીં લઉં, કેમ કે હું પોતાની જાતમાં ખૂબ સુરક્ષિત અનુભવી રહી છું. મને ખબર છે કે હું બેઘર થઈને પણ હંમેશાં સારી રીતે રહી શકું છું. તેણે આગળ કહ્યું કે, મુખ્ય વસ્તુ જે શાનદાર લાગે છે તે છે પ્રકૃતિ વચ્ચે રહેવાનું. એક અન્ય ક્લિપમાં લૂસી પોતાના ફોલોઅર્સને મોટા તંબુની અંદર લઈ ગઈ, જે પુસ્તકો, કપડાંઓ અને મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી ભરાયેલું હતું.

આ ઘરમાં કેટલીક એસ્થેટિક વસ્તુ પણ હતી, જેમાં ફર્શ પર રંગીન દરી અને તંબુની કેનવાસની છત પર નાનકડા ઝુમ્મર હતા. ઓરા અને તેના બાળકો કુરન્ડ્રાના રેનફોરેસ્ટ ટાઉનમાં સ્થિત એક કેમ્પ ગ્રાઉન્ડમાં રહે છે જે ગ્રેટ બેરિયર રીફથી 15 મિનિટની ડ્રાઈવ દૂર છે. આ કેમ્પ સાઇટમાં કમ્યુનલ ટોયલેટ છે અને એ સિવાય નાહવા માટે નદી છે. જો કે, આ વિસ્તારમાં તોફાન, ઝેરી સાંપ અને કરોળિયાઓનું જોખમ રહે છે, છતા લૂસી તેને પોતાના અને બાળકો માટે સૌથી સુરક્ષિત જગ્યા બતાવે છે.

લોકોએ જ્યારે લૂસીનો વીડિયો જોયો તો તેની રહેણી-કરણી પર પ્રશંસાનો વરસાદ કરી દીધો. એક યુઝરે લખ્યું કે, હું મોટા ઘરમાં મોટી થઈ છું, પરંતુ ત્યાં ક્યારેય પ્રેમ મળ્યો નથી. હું સમજી શકું છું કે તમે અહી પોતાના બાળકો સાથે કેટલી શાંતિથી અને ખુશ હશો. અન્ય એક યુઝરે લખ્યું કે, તમારું ઘર કોઈ સ્વર્ગથી ઓછું નથી. અહી ચારેય તરફ ખુશીઓ ને ખુશીઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp