8 વર્ષથી કારમાં રહે છે આ વ્યક્તિ, જણાવ્યું અત્યાર સુધી કયા ફાયદા થયા

PC: nypost.com

માણસ માટે એક ઘરમાં રહેવું સુરક્ષિત તો છે, પરંતુ તે ખૂબ ખર્ચાળ પણ હોય છે, વીજ બિલ, પાણીનું બિલ, મેન્ટેનેન્સ સહિત તમામ પ્રકારના ખર્ચ એક ઘર સાથે આવે છે. પરંતુ એક વ્યક્તિ એવો પણ છે જે 8 વર્ષથી કારમાં રહે છે. તેનું કહેવું છે કે, તેનાથી તેને ખૂબ ફાયદા થયા છે. અમેરિકન એરિજોનામાં રહેનારા 32 વર્ષીય નિકોલસ બાઉરનું કહેવું છે કે તેણે પૈસા બચાવવા માટે આ બધુ કર્યું છે. તે કહે છે કે, ‘જ્યારે તમને ભાડું ન આપવું પડે, બિલ ન ચૂકવવું પડે, તો તેનાથી ખૂબ પૈસા બચે છે.’

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, તેણે એક વીડિયોમાં જણાવ્યું કે, કારમાં રહેવું એક શાનદાર વિકલ્પ છે. તેનાથી તેણે એટલા પૈસા બચાવી લીધા છે કે એક ઘર પણ ખરીદી શકે. તેના માટે તે માત્ર પોતાની નોકરી પર નિર્ભર નથી. કારમાં રહેવાના કારણે ઘરનું ભાડું પણ ખૂબ બચ્યું છે. બાઉરે કહ્યું કે, તેણે વર્ષ 2015 થી કારમાં રહેવાનું શરૂ કર્યું હતું. એ સમયે તે ઓટોમેટિવ એન્જિનિયર હતો. તેના પર ભારે દેવું થઈ ગયું હતું. તે ઘરનું ભાડું બચાવવા માગતો હતો. તેનાથી બચવા માટે તેણે કારમાં રહેવાનો નિર્ણય લીધો.

તેન પાસે રહેવા માટે હવે એક મોબાઈલ હોમ પણ છે. જો કે, કારવાળું ઘર પણ પહેલાંની જ જેમ છે. મોબાઈલ હોમની વાત કરીએ તો તેમ બેડથી લઈને લાકડાની ફ્લોરિંગ સુધી બધુ છે. સાથે જ 40 ઈંચની ફ્લેટ ટી.વી. અને ઈન્ટરનેટ જેવી સુવિધા પણ છે. જો કે, બાથરુમને લઈને થોડી પરેશાની થાય છે. તેણે બે મિલિટ્રી ટ્રકને મળાવીને પણ એક ઘર બનાવ્યું, પરંતુ પોતાની પાર્ટનર ગર્ભવતી થયા બાદ તેણે એક મોબાઈલ હોમ લેવું પડ્યું.

તેની પાસે પોતાનું જૂનું કારવાળું ઘર પણ છે. સાથે જ તે પરિવાર સાથે મોબાઈલ હોમમાં પણ રહે છે. આ કાર પાર્ક કરવાની સુવિધા છે. બાઉરે હાલમાં જ પોતાની નોકરી ગુમાવી દીધી છે. તેનું કહેવું છે કે તે આ વાતથી ચિંતિત નથી. કેમ કે તેણે ન તો ભાડું આપવાનું છે અને ન તો કોઈ લોન છે. બાકી ખર્ચ માટે તેણે સારી એવી બચત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp