'હું રાજીનામું આપું છું', બાંગ્લાદેશમાં 2 શબ્દો લખવા હિન્દુ શિક્ષકો મજબુર
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની મુસીબતોનો કોઈ અંત નથી. હુમલા અને અત્યાચારનો સામનો કર્યા પછી હવે હિંદુઓને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. 5 ઓગસ્ટથી લગભગ 50 હિંદુ શિક્ષણવિદોને રાજીનામું આપવાની ફરજ પડી છે.
બાંગ્લાદેશ છાત્ર એક્યા પરિષદ, જે બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એક્યા પરિષદના વિદ્યાર્થી સંગઠન છે, એ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. મીડિયા સૂત્રોએ રાજીનામું આપનાર શિક્ષકોની યાદી મેળવી છે. સરકારી બકરગંજ કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રોય રાજીનામું આપી રહ્યા હોવાનો ફોટો પણ સામે આવ્યો છે. સાદા કાગળ પર 'હું રાજીનામું આપું છું...' લખાવીને તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું.
સ્થાનિક અહેવાલો અનુસાર, પ્રિન્સિપાલ હલ્દર સામેના વિરોધનું નેતૃત્વ સ્થાનિક BNP નેતાના પુત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જે કોલેજમાં વિદ્યાર્થી છે. તેની સાથે મોટાભાગના લોકો BNPના કાર્યકરો હતા. BNP ખાલિદા ઝિયાની પાર્ટી છે, જે કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે શેખ હસીનાના વિરોધી છે. હાલમાં તેને સેનાનું સમર્થન મળી રહ્યું છે.
Prof. Shukla Rani Halder, one of Bangladesh's top English professors & Principal of Bakerganj Govt. College, was forced to resign yesterday by the Muslim Student Union.
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) August 30, 2024
This is the reality for Hindus in Bangladesh today. #AllEyesOnBangladeshiHindus #SaveBangladeshiHindus… pic.twitter.com/hQYq4ABTDZ
કેટલાક શિક્ષકોએ મીડિયા સૂત્રો સાથે વાત કરી અને બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોના રાજીનામાની પુષ્ટિ કરી. સંજય કુમાર મુખર્જી, એસોસિયેટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝ, કાઝી નઝરુલ યુનિવર્સિટી, બાંગ્લાદેશે કહ્યું, 'મોટાભાઈ, હું સંજય કુમાર મુખર્જી, એસોસિયેટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝ, કાઝી નઝરુલ યુનિવર્સિટી, બાંગ્લાદેશમાં છું, મને પ્રોક્ટર અને વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી, અમે આ સમયે ખૂબ જ અસુરક્ષિત છીએ.'
ઢાકા યુનિવર્સિટીના ગણિત વિભાગના પ્રોફેસર ડૉ. ચંદ્રનાથ પોદ્દારને વિદ્યાર્થીઓએ રાજીનામું આપવાની ફરજ પાડી હતી. જે શિક્ષકોએ ડરના કારણે કેમ્પસમાં ન આવવાનું નક્કી કર્યું હતું તેમને તેમના ઘરે જઈને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. જેહાદી જૂથોએ તેમને રાજીનામું આપવાની ફરજ પાડી છે.
Khuku Rani Biswas, in-charge of Jessore Nursing Institute, was forced to resign after being blocked for 5 hours due to protests by Hijabi students.#HinduHatredInBangladesh #HindusAreNotSafeInBangladesh #HinduphobiaInBangladesh #SaveBangladeshiHindus @UNHumanRights @hrw pic.twitter.com/o92gmFLc0d
— Voice Of Bangladeshi Hindus 🇧🇩 (@hindu8789) August 19, 2024
20 ઓગસ્ટના રોજ, ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, કેવી રીતે ગૌતમ ચંદ્ર પાલ નામના હિંદુ શિક્ષક બાંગ્લાદેશમાં ઇસ્લામવાદીઓ દ્વારા વ્યવસ્થિત નિશાનનો શિકાર બન્યા હતા. ગૌતમ ચંદ્ર પાલે અઝીમપુર સરકારી કોલેજમાં રસાયણશાસ્ત્ર ભણાવ્યું હતું અને રસાયણશાસ્ત્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયા હતા. હવે તેમને કોલેજના મુસ્લિમ વિદ્યાર્થીઓએ રાજીનામું આપવાની ફરજ પાડી છે.
Hindu lady Sonali Rani Das was allegedly forced to resign on 19/08/2024. She was an Assistant Professor of Holi Red Crescent Nursing College of #Dhaka.#SaveBangladesiHindus #HinduphobiaInBangladesh@UNHumanRights @UN @StateIRF @amnestysasia @StateDeptSpox pic.twitter.com/4XblOOsgA8
— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VoiceofHindu71) August 20, 2024
In Bangladesh,teachers are forced to resign.Journos, ministers,officials of the former govt are getting killed, harassed,imprisoned. GenZ burned down industries of Ahmadi Muslims.Mazars & dargahs of Sufi Muslims are demolished by Islamic terrorists. Yunus says nothing against it.
— taslima nasreen (@taslimanasreen) September 1, 2024
બાંગ્લાદેશથી નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને એક્સ પર લખ્યું છે કે, 'બાંગ્લાદેશની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. પત્રકારો, મંત્રીઓ અને ભૂતપૂર્વ સરકારી અધિકારીઓને મારવામાં આવે છે, ત્રાસ આપવામાં આવે છે અને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જનરેશન Zએ અહમદી મુસ્લિમોના ઉદ્યોગોને બાળી નાખ્યા છે, અને ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા સૂફી મુસ્લિમોની મજાર અને દરગાહને તોડી પાડવામાં આવી રહી છે. આ સમગ્ર સંકટ પર નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ફક્ત મૌન ધારણ કર્યું છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp