બાઇડન સરકારનું આ બિલ જો પાસ થશે તો અમેરિકાના નાગરિક બનવું સરળ થશે

PC: deccanherald.com

અમેરિકાની જો બાઇડન સરકારે નાગરિકતાને લઇને એક નવું બિલ રજૂ કર્યું છે. તેમાં ગ્રીન કાર્ડ માટે દેશોનો કોટા ખતમ કરવા અને H-1B વીઝા સીસ્ટમમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે. જો આ બિલ કાયદો બને છે તો તેનાથી અમેરિકાના નાગરિક બનવું સરળ બની જશે. ગુરુવારે સાંસદ લિંડા સાંચેજે આ બિલ રજૂ કર્યું છે. આ બિલનું નામ યુએસ સીટિઝનશિપ એક્ટ 2023 છે.

લિંડા સાંચેજનું કહેવું છે કે, આ બિલનમાં દરેક 1.1 કરોડ અપ્રમાણિત અપ્રવાસીઓને નાગરિકતા આપવાનો રોડમેપ બનાવવામાં આવ્યો છે. આ બિલ નિર્વાસનના ડર વગર લોકો માટે પાંચ વર્ષની નાગરિકતાનો રસ્તો ખોલે છે. તે સિવાય, આ બિલમાં દરેક દેશના કોટાને ખતમ કરીને રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફારનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

બિલમાં જોગવાઇ છે કે, જો કોઇ અમેરિકામાં વર્ષોથી કે પછી દાયકાઓથી રહી રહ્યા છે, તો તેમના માટે નાગરિકતા હાંસલ કરવી સરળ રહેશે. બિલ અનુસાર, જો કોઇ ઓછામાં ઓછા પાંચ વર્ષથી અમેરિકામાં રહી રહ્યું હશે અને ટેક્સ ચૂકવી રહ્યું હશે તો તેઓ ગ્રીનકાર્ડ માટે અપ્લાઇ કરી શકશે.

તે સિવાય, જો કોઇ ખેતી સંબંધિત કામમાં લાગ્યા છે અને ઓછામાં ઓછા પાંચ વર્ષથી ત્યાં રહેતા હશે, તો તરત જ ગ્રી કાર્ડ માટે આવેદન કરી શકશે. તેમાં તેની પત્ની અને બાળકો પણ શામેલ હશ. બિલમાં ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે, જેથી પરિવારોને એકઠા કરવામાં આવી શકે છે. ગ્રીન કાર્ડ હોલ્ડર્સના પરિવારોના લાંબા સમયથી અટકેલી વીઝા એપ્લીકેશનને તુરંત જ ક્લિયર કરવામાં આવશે. તેના માટે દરેક દેશના કોટાને પણ વધારવાનો પ્રસ્તાવ છે.

આ બિલ LGBTQ+ની સાથે થનારા ભેદભાવને પણ ખતમ કરે છે. સેમ સેક્સ કપલના કેસમાં જો એક પણ પાર્ટનર અમેરિકન નાગરિક હશે તો તેનું પાર્ટનર પણ સાથે રહી શકે છે. તે સિવાય બિલમાં કમ સે કમ એક બાળકને પણ ઓટોમેટિક નાગરિકતા આપવાની જોગવાઇ છે, તેના માતાપિતામાંથી કોઇ પણ એક અમેરિકન નાગરિક હશે. આ નિયમ સેમ સેક્સ કપલ પર પણ લાગૂ થશે.

જો આ બિલ કાયદો બનશે તો તેનાથી ભારતીયોને પણ ઘણો ફાયદો મળી શકશે. તે એટલા માટે કારણ કે, અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. વિદેશ મંત્રાલય અનુસાર, અમેરિકામાં લગભગ 45 લાખ ભારતીય રહે છે. તે સિવાય દર વર્ષે હજારો ભારતીય H-1B વીઝા લઇને પણ અમેરિકા જાય છે. બિલમાં જોગવાઇ છે કે, અમેરિકામાં રહીને ઓછી સેલેરી પર કામ કરનારાને પણ ગ્રીન કાર્ડ હાંસલ કરવામાં મદદ મળશે. સાથે જ, H-1B વીઝા ધારકો પર નિર્ભર લોકોને દેશમાં કામ કરવાની મંજૂરી આપવામાં અને તેમના સંતાનોને આ સિસ્ટમથી બહાર રાખવામાં મદદ મળશે.

ગ્રીન કાર્ડ એક પ્રકારે સ્થાયી નિવાસ કાર્ડ હોય છે. ગ્રીન કાર્ડ અમેરિકામાં અપ્રવાસીઓને જારી કરતો એક દસ્તાવેજ છે, જે એ વાતનો પૂરાવો છે કે, એ વ્યક્તિને દેશમાં રહેવાની અનુમતિ આપવામાં આવી છે. H-1B વીઝા એક પ્રકારે અપ્રવાસી વીઝા છે. આ અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ અમેરિકન કંપનીમાં નોકરી કરે છે તો તેને H-1B વીઝા જારી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp