પોતાની આળસના કારણે કરોડપતિ બની આ મહિલા, બતાવી 4 સરળ ટિપ્સ
આ મહિલાનો દાવો છે કે તેણે કોઈ નવી સ્કિલ શીખ્યા વિના માત્ર પોતાની આળસના દમ પર ખૂબ પૈસા કમાઈ લીધા છે. હવે તે કરોડપતિ બની ગઈ છે. મહિલાનું નામ પાવિની લર્ટજીતબેનજોંગ છે. તે 42 વર્ષની છે. તેનું કહેવું છે કે તેણે લાંબા સમય સુધી મહેનત કરવાના ચક્કરમાં પોતાની જિંદગી બરબાદ કરી દીધી. જો કે, લગ્ન તૂટ્યા બાદ તેનું નસીબ બદલાવા લાગ્યું. એ સમયે પાવિની લર્ટજીતબેનજોંગ પર 100,000 ડૉલર (લગભગ 83 લાખ રૂપિયા)નું દેવું થઈ ગયું હતું. જેના કારણે તેને પોતાની જિંદગીમાં કેટલાક બદલાવ કરવા પડ્યા. હવે તે બીજાઓને આળસુ રહેતા અમીર બનવાની ટિપ્સ આપી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પાવિની લર્ટજીતબેનજોંગ અમેરિકાના ન્યૂજર્સીની રહેવાસી છે. તે એક વર્ષમાં 380,000 ડૉલર (લગભગ 3.16 કરોડ રૂપિયા) કરતા વધુની કમાણી કરે છે અને તેના માટે પોતાને કોઈ પણ કષ્ટ આપવું પડતું નથી. તે ઘર બેઠી જ કામ કરે છે અને ક્યારેય ઓવરટાઈમ કરતી નથી. પાવિની લર્ટજીતબેનજોંગ કહે છે કે હું પોતાને આળસુ કરોડપતિ કહું છું કેમ કે મેં પોતાના પૈસા કોઈ પણ નવી સ્કિલ શીખ્યા વિના કમાયા છે. હું ઘરમાં બેસીને કામ કરું છું, જિમ પર પૈસા બરબાદ કરતી નથી. હું એક આળસુ લાઈફસ્ટાઇલને અપનાવું છું અને તેણે મને વધુ સારી બનાવી દીધી છે.
પાવિની લર્ટજીતબેનજોંગ કહે છે કે, તેના માતા-પિતા થાઈલેન્ડના બેંકોકથી અમેરિકા આવેલા શરણાર્થી હતા. તેને લાગે છે કે તેને બાકી લોકોથી 10 ગણી મહેનત કરવી પડશે. તેણે કહ્યું કે, પહેલા તે મહેનત ભરેલા કામ માટે પણ હા પાડી દેતી હતી. લોકોને ખુશ કરવાનો પ્રયાસમાં લાગેલી રહેતી હતી, જેથી કોઈ સારો અવસર હાથથી ન નીકળી જાય. લાગતું હતું કે સફળતા માત્ર મહેનતથી જ મળી શકે છે. પ્રમોશન માટે ખૂબ મહેનત કરવી પડતી હતી, પરંતુ વર્ષ 2019માં લગ્ન તૂટ્યા. માર્ચ 2020માં છૂટાછેડા થયા બાદ લીગલ ફિસના કારણે દેવું વધી ગયું હતું. ત્યારે કોરોના આવી ગયો અને પછી કેટલાક બદલાવ કર્યા. પાવિનીએ લોકોને અમીર બનવાની ટિપ્સ આપી છે.
જો તમને રોજ ભોજન બનાવવાનું પસંદ નથી તો વિકેન્ડનો એક દિવસ કાઢો. પછી આખા અઠવાડિયાના ભોજનની વ્યવસ્થા કરી લો.
પોતાના બધા બિલ તરત આપી દો. તેને પછી માટે ટાળી નહીં.
જિમમાં મેમ્બરશીપ પર ખર્ચ કરવાની ચિંતા ન કરો. ભોજન લેવા માટે બસ થોડા પગલાં ચાલી લો.
નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં જતા બચો. જો તમારે લોકો સાથે ઓળખ વધારવી હોય તો જઈ શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp