14 વર્ષ સુધી સત્તામાં રહ્યા,હાર થઈ તો PMOમાંથી પોતાની સાઈકલ કાઢીને નીકળી ગયા

PC: x.com/marcelbar8

ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં જ્યારે સત્તાનું હસ્તાંતરણ થાય છે ત્યારે ભારે હોબાળો અને હંગામો જોવા મળે છે. અમેરિકામાં, 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પછી સત્તા સ્થાનાંતરણ દરમિયાન તોફાનો પણ થયા હતા. જો કે, એક દેશ એવો છે જ્યાં સત્તાનું હસ્તાંતરણ એટલું શાંતિપૂર્ણ અને સરળ થયું છે કે તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ યુરોપિયન દેશ નેધરલેન્ડની.

નેધરલેન્ડના આઉટગોઇંગ PM માર્ક રુટેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે હેગ ખાતેની તેમની ઓફિસને સાયકલ પર અનોખી શૈલીમાં વિદાય આપી. 14 વર્ષના કાર્યકાળ પછી, રૂટે ભૂતપૂર્વ ગુપ્તચર વડા ડિક શૂફને કમાન સોંપી. શૂફે કિંગ વિલેમ-એલેક્ઝાન્ડરની અધ્યક્ષતામાં એક સમારોહમાં PM તરીકે શપથ લીધા. ગયા વર્ષે નવેમ્બરમાં જમણેરી નેતા ગીર્ટ વિલ્ડર્સની ચૂંટણીમાં જીત પછી, લગભગ સાત મહિના સુધી જટિલ વાટાઘાટો ચાલુ રહી. ત્યાર પછી નવી સરકાર બની છે. તેમની પાર્ટીની સફળતા છતાં, વાઈલ્ડર્સે ગઠબંધન વાટાઘાટોને આગળ ધપાવવા માટે PM પદ પરથી હટી ગયા.

શૂફની વાત કરીએ તો તેમને દેશની પરંપરાગત રાજનીતિથી કંઈક અલગ તરીકે જોવામાં આવી રહ્યા છે. આ એટલા માટે છે, કારણ કે તેઓ કોઈપણ પક્ષ સાથે જોડાણ કર્યા વિના નેતૃત્વ સંભાળી રહ્યા છે. બીજી તરફ, રુટ્ટે નાટોના મહાસચિવની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જે સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સભ્ય દેશોનું રક્ષણ કરતું વ્યૂહાત્મક જોડાણ છે. ઐતિહાસિક ચૂંટણીઓ બાદ નેધરલેન્ડની પ્રથમ કટ્ટર-દક્ષિણપંથી સરકારના આગમન પછી રાજકારણમાં પરિવર્તન જોવામાં આવ્યું છે. ગીર્ટ વિલ્ડર્સની પાર્ટીની આગેવાની હેઠળના આ ગઠબંધને રુટ્ટે લાંબા સમય સુધી PM રહ્યા પછી શાસનમાં પરિવર્તનનું વચન આપ્યું છે.

ડચ PM ડિક શૂફે બુધવારે સંસદમાં વાત કરી હતી અને તેમની નવી સરકારના મુખ્ય ઉદ્દેશોમાંના એક તરીકે ઇમિગ્રેશન ઘટાડવાને પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું, 'આમાંની પ્રાથમિક ચિંતા આશ્રય અને સ્થળાંતર છે, પછી કોઈનો પણ દૃષ્ટિકોણ હોય, કંઈ પણ હોય, આ જ મુદ્દાની જડ છે.' શૂફ, જે ગઠબંધન સરકારમાંના ચાર પક્ષોમાંથી કોઈપણ સાથે જોડાયેલા નથી, તેમણે લાંબા સમયથી PM રહેલા માર્ક રુટ્ટે પાસેથી મંગળવારે ઔપચારિક રીતે સત્તા સંભાળી. તેઓ 67 વર્ષના છે. તેઓ ડચ ઇન્ટેલિજન્સ એજન્સી અને આતંકવાદ વિરોધી કાર્યાલયના ભૂતપૂર્વ વડા પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp